________________
(૧૯૧ ) અંગના ધારણ કરનારા પાંડે વિહાર કરતા નેમિનાથ પ્રભુને વાંદવાને ચાલ્યા.
નેમિનાથ પ્રભુને કેવલ જ્ઞાન થયા પછી અઢાર હજાર સાધુઓ થયા. ને ચાલીશ હજાર સાધ્વીઓ થઈ ચારસેં ચંદ પૂર્વજ્ઞાની, પંદરસેં અવધિજ્ઞાની, તેટલાજ વૈકિય લબ્ધિવાળા, તેટલાજ કેવલ જ્ઞાનવાળા ને એક હજાર મન:પર્યવ જ્ઞાની, આઠસે વાદ લબ્ધિ કરનારા ને એક લાખને અગણોત્તેર હજાર બાર વ્રતધારી શ્રાવકે ત્રણ લાખ ને ઓગણચાલીસ હજાર શ્રાવિકાઓ એટલે પરિવાર થયે. પ્રભુ પોતાનો નિવણુમુક્તિ સમય જાણીને રૈવતગિરિ ઉપર અનેક સુરા સુરે સહિત સમવસર્યા. ઈદ્રોએ રચેલા સમવસરણમાં નેમિનાથ ભગવાને બેસીને છેલ્લી દેશના આપી. એ દેશના સાંભળીને બેધપામી કેટલાકે દીક્ષા લીધી. કેટલાક શ્રાવક થયા કેટલાક ભદ્રકભાવી થયા. પછી પાંચસે છત્રીશ મુનિઓની સાથે પ્રભુએ એ રેવતગિરિ ઉપર એક માસનું પાદપગમ અનશન કર્યું. ને અષાઢ માસની શુકલ અષ્ટમીએ ચિત્રા નક્ષત્રે સાયંકાલે શેલેશી ધ્યાનને પ્રાપ્ત થયેલા ભગવાન મુનિઓની સાથે અવ્યય પદમુક્તિપદને પામ્યા. - કૃષ્ણજીના શાંબ પ્રધુમન વગેરે કુમારે, એમની આઠે પટરાણીઓ, ભગવંત નેમિનાથના બંધુઓ, રાજીમતિ વગેરે સાધ્વીએ, બીજા કેટલાક વ્રતધારી મુનિઓ પણ મુક્તિએ ગયા નેમિનાથનાં માતાપિતા શિવાદેવી અને સમુદ્રવિજ્ય મહેંદ્ર દેવલોકમાં ગયાં. બીજા દશાહ મહાદ્ધિક દેવ થયા. ભગવંત નેમિનાથ કોમારપણામાં ત્રણસે વર્ષ, ને છદ્મસ્થ તથા કેવલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com