________________
(૧૮૫)
ભાગ કાપેલે હોવાથી મોટા પવનથી બાકીનો ભાગ કપાઈને તેમની ઉપર પડ્યો. શુભ ભાવમાં રક્ત થયેલા એ ત્રણે જણું તત્કાળ મૃત્યુ પામી ગયા ને બ્રહ્મનામના પાંચમા દેવલોકમાં પક્વોત્તર નામના વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા.
રામ કૃષ્ણજીના મરણ પછી સે વર્ષ પર્યત દીક્ષા પર્યાય પાળીને સ્વર્ગે ગયા. તેમનું આયુષ્ય લગભગ બારસો વરસનું હતું. કૃષ્ણજીના મરણ પછી એમણે તરતજ ચારિત્ર ગ્રહણ કરીને પોતાનું આત્મકાર્ય સાધન કર્યું. એમની પહેલાં થયેલા રામ વગેરે આઠે બળદેવ બંધુના મરણ પછી દીક્ષા અંગીકાર કરીને મોક્ષગતિને પામ્યા છે. ત્યારે નવમા બળદેવ પંચમ દેવલેકમાં ગયા ત્યાંથી મનુષ્ય થશે પછી દેવથઈને ત્યાંથી પાછા મનુષ્ય થઈને કૃષ્ણ જ્યારે આ ભરતક્ષેત્રની આવતી ચાવીશીમાં–ઉત્સર્પિણી કાળમાં બારમા તીર્થકર થશે ત્યારે તેમના તીર્થમાં મેક્ષ પામશે-બીજે ઠેકાણે નિષ્કલાક નામે ચદમા તીર્થકર થશે એમ પણ કહ્યું છે. સત્ય તો કેવલ જ્ઞાની જાણે?
બળદેવની માતાઓ ચાર સ્વમાં જુવે છે. હળ, મુશળ અને ગદા આદિ એનાં શસ્ત્રો અને શરીરે સુવર્ણ સમા હોય છે. વાસુદેવની માતા સાત સ્વમાં જુએ છે. સુદર્શન ચક્ર, ધનુષ્ય, ખર્શ, ગદા, પાંચજન્ય શંખ વિગેરે એનાં હથીયારે દેવાધિષિત હોય છે. એ એમના સિવાય બીજા કોઈના ઉપયોગમાં આવતાં નથી. વાસુદેવની સાથે જ એ દેવાધિષ્ઠિત શસ્ત્રો અદ્રશ્ય થઈ જાય છે. એમની સમૃદ્ધિ કાંઈ એમના પુત્ર પાસે રહેતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com