________________
( ૧૮૮) પિતાના વડીલ બંધુને પિતાના દુઃખે દુઃખી થતા જોઈને કૃષ્ણ બાલ્યા. “બંધુ ? દુઃખી શામાટે થાઓ છે? દરેક વાસુદેવેની હમેશાં મારી માફક જ સ્થીતિ હોય છે. એમની ભવિતવ્યતાજ એવી બુરી હોય છે. છતાં મને આ નરકમૃથ્વીનાં દુખ કરતાં એક દુઃખ અધિક પીડે છે.” કૃષ્ણ કહ્યું.
“અને તે દુઃખ? કહો મારાથી સાધ્ય થશે તો હું ઉપાય કરીશ.” રામે કહ્યું.
વડીલ બંધુ? મને નરકમાં ઉપજવાની પીડા કરતાં મારી આવી અવસ્થા જોઈને શત્રુઓને હર્ષ અને સુહ૬–મિત્રોને ગ્લાની થઈ છે. તે મને વધારે દુઃખ આપે છે. માટે ભાઈ? તમે ભરતક્ષેત્રમાં જાઓ ને ત્યાંના મનુષ્યને શંખ, શાર્ગ ધનુષ્ય, ચક્ર, ગદાને ધારણ કરનારા તેમજ પીતવસ્ત્ર ધારી એવા ગરૂડ ચિન્હવાળા મને વિમાનમાં બેઠેલ બતાવે મારી સાથેજ હળ તથા મુશલને ધરનાર, નીલવસ્ત્ર ધારી, તાલવૃક્ષના ચિન્હવાળા, એવા તમે બેઠેલા ઠેકઠેકાણે બતાવે, અને કહે કે “અદ્યાપિ રામકૃષ્ણ અવિચ્છિન્નપણે વિહાર કરતા સ્વર્ગ લોકમાં વિદ્યમાન છે. જેથી શત્રુ લેકેનો આપણા ઉપરનો અભાવ દૂર થઈ જાય. બલકે લોકો આપણું ભક્તિ પૂજા કરનારા થઈ જાય.” કૃષ્ણ નવીન માર્ગ બતાવ્યું.
આ પ્રમાણે કૃષ્ણનું વચન સાંભળીને રામ તરતજ ભારતક્ષેત્રમાં આવ્યા. અને આકાશમાં રહીને બન્ને સ્વરૂપ કૃષ્ણ જેવાં કહ્યાં હતાં તેવાં પ્રગટ કરીને વિમાનમાં બેઠેલાં લેકોને બતાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com