________________
-( ૧૮૪ )
,,
આપવાને ઉદ્યમવાળા થયા છે. માટે એની વૃદ્ધિ પામતી રિણામની ધારા ખંડીત ન થાય એવીરીતે ભિક્ષા ગ્રહણ કરૂ. ’ એમ વિચારતા કરૂણાનિધાન એવા એ મહામુનિ જોકે પેાતાના શરીરમાં પણ નિરપેક્ષ હતા છતાં એના લાભની ખાતર ભિક્ષા ગ્રહણ કરવા લાગ્યા.
પેલા મૃગલા મુનિને વહેારતા જોઇ તથા રથકારને ઉત્તમ ભાવથી ભાતપાણી આપતા જોઇને ઉંચુ મુખ કરી નેત્રમાં અશ્રુ જલ લાવીને ચિતવવા લાગ્યા. “ તપ એ એકજ આશ્રયવાળા અને શરીરને વિષે પણ નિસ્પૃહ એવા આ મહામુનિ કેવા દયાના ભંડાર છે કે જેમણે આહાર વહેારીને આ રથકાર ઉપર કૃપા કરી. અહેા આ વનને છેદનારા રથકારને પણ ધન્ય છે કે જેણે આવા ઉત્તમ પાત્ર મહામુનિને અન્નપાણી વહેારાવીને પોતાના માનવ જન્મનુ શુભ ફલ પ્રાપ્ત કર્યું`ં. માત્ર હું એકજ મદ ભાગી છું કે આવું તપ કરવાને કે આવા ઉત્તમ મહામુ નિને પ્રતિલાભિત કરવાને હું સમર્થ થયા નહી. હા ? હા ? મારા તિર્યંચ પણાને ધિક્કારછે ? ધિક્કાર છે ? ” મુનિના અને રથકારના શુભ ભાવ જોઇને મૃગલા પણ એ પ્રમાણે ચિંતવવા લાગ્યા.
""
ખળરામમુનિ, રથકાર અને મૃગલે એ ત્રણ અત્યારે શુભ ભાવમાં હતા. રામ આહારપાણી લેતા હતા. રથકાર આહાર આપતા હતા મૃગલે એની અનુમેાદના કરતા હતા. એ અરસામાં તેઓ જે વૃક્ષની ડાળ નીચે ઉભા હતા તેના અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com