________________
( ૧૭૭ )
કારણયાગે એક ક્ષેત્રમાં આવ્યા છતાં મળી શકે નહી. ” અરિહંતનાં આવાં વચન સાંભળ્યા છતાં કપિલ વાસુદેવ કૃષ્ણને જોવાની ઉત્કંઠાવાળા એમના રથને ચીલે ચીલે ચાલીને સમુદ્રતટ ઉપર આવ્યા તે દૂરથી સમુદ્ર ઉપર જતા તેમના રથે કપિલ વાસુદેવના જોવામાં આવ્યા. એટલે વાસુદેવે કાંઠે ઉભા રહીને શંખધ્વનિ કર્યો કે “ હું કપિલ વાસુદેવ તમારા સત્કાર કરવાને ઉભા છ` આવા ? આપણે મિત્રની માફક મળીયે. ” આવા સ્પષ્ટ અક્ષરા તેમણે કૃષ્ણને કહ્યા જેથી તેના ઉત્તરમાં કૃષ્ણે શંખનાદમાં કહ્યું કે “ અમે દૂર ગયા છીએ માટે તમારે કાંઇ ખેલવું નહીં. ” એવા શબ્દોમાં શંખ પૂર્યો. એ શંખને નિ સાંભળીને કપિલ વાસુદેવ પાછા ફર્યો. અમરકકા નગરીમાં આવીને પદ્મરાજાને એ વાસુદેવે રાજ્યભ્રષ્ટ કરી એના પુત્રને ગાદીએ બેસાડ્યો.
h
r
''
અહીંયાં કૃષ્ણ વાસુદેવ સમુદ્ર ઉતરીને પાંડવા પ્રત્યે ખેલ્યા કે “ પાંડવા ? હું સુસ્થિત દેવ સાથે વાત કરી લઉં ત્યાં સુધીમાં તમે આ નાવમાં બેસીને ગંગા ઉતરી જાઓ ને મારે માટે એક જણ નાવ લઇને આવજો. ” કૃષ્ણના ઉત્તર સાંભળીને પાંડવા ઢાપદી સાથે નાવમાં બેસીને ખાસઠ જોજન વિસ્તારવાળા ગંગાના ભયંકર જલપ્રવાહનું ઉલ્લંઘન કરીને કિનારે આવ્યા. પણ કૃષ્ણનું ખલજોવાને એમણે નાવ માકલ્યુ નહી ને કિનારા ઉપર રહ્યા.
સ્થ. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com