________________
પ્રકરણ ૧૧ મું. મુક્તિને માટે
તે પછી દ્વારિકા દહન થઈ ગઈ અને કૃષ્ણ બળભદ્ર એ બન્ને ત્યાંથી કેવા સંજોગોમાં નિકળ્યા અને કૃષ્ણ વાસુદેવની કેવી સ્થીતિ થઈ તે પૂર્વે વાંચી ગયા છીએ. એ છેલ્લા વાસુદેવના અંત સમય પછી બલરામ કેટલેક માસે સિદ્ધાર્થ દેવથી પ્રતિબોધ પામીને શ્રી નેમિનાથે મોકલેલા વિદ્યાચારણમુનિની પાસે એમણે દીક્ષા લીધી. અને તંગિકા શિખર ઉપર રહીને તીવ્ર તપ કરવા લાગ્યા.
એક વખતે બલરામમુનિ મા ખમણને પારણે કોઈ નગરમાં પેઠા. નગરમાં પેસતાં કુવાના કાંઠા ઉપર એક સ્ત્રી પિતાના બાળક સાથે ઉભી હતી. એણે બળરામનું રૂપ જોતાં જોતાં પિતાના બાળકને ઘડાને બદલે કુવામાં નાંખે. બળરામે આ અનર્થ જોઈને તરતજ એ સ્ત્રી પાસે આવી તેને સમજાવી છોકરાને બચાવ્યા. અને પોતે વિચાર કરવા લાગ્યા. કે
આ મારા રૂપને ધિક્કાર છે. કે જેથી બીજાને તે દુ:ખદાયક થાય છે હવેથી હું ગામ કે નગરમાં કયાંય પ્રવેશ કરીશ નહીં ને માત્ર વનમાં કાષ્ટાદિક લેવા આવનારા લોકો પાસેથી જે મળશે એનું પારણું કરીશ. “ એમ ચિંતવી દીક્ષા લીધા વગર તરતજ વનમાં ચાલ્યા ગયા. અને ત્યાં રહીને દુસ્તર તપ આચર્યો. વનમાં આવતા લોકો પાસેથી જે કાંઈ પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com