________________
(૧૬૦) ભાવી અંધકારને પડકાર એને ડંખ્યા કરતું હતું. તે યાદ આવવાથી ભયભીત થઈને ઘેર આવી કેઈ ઉત્તમ નિમિત્તિ. એને બોલાવીને પૂછ્યું કે “મારૂં મૃત્યુ સ્વાભાવિક થશે કે કેમ? દેવકીના સાતમા ગર્ભથી મારું મૃત્યુ થશે એવું એક જ્ઞાનીએ કહ્યું હતું તે સત્ય થશે કે કેમ ? ”
જ્ઞાનીનું વચન કયારે પણ અન્યથા–ખોટું થતું નથી માટે તમારે શત્રુ દેવકીનો સાતમે ગર્ભ કયાંય પણ વૃદ્ધિ પામે છે એ જાણજે. તેની પરીક્ષા કરવી હોય તે તમારો અરિષ્ટ નામે બળવાન બળદ અને કેશી નામે અશ્વ તેમ જ ખર અને મેષ એને છૂટા મૂકે. પર્વત જેવા દઢ એ ચારેને જે લીલા માત્રમાં મારી નાંખે તે જ દેવકીનો સાતમે ગર્ભ તમને હણનારે તમારે શત્રુ જાણજે. કેમકે જ્ઞાનીઓએ પણ કહ્યું છે કે “ભૂજા બળમાં વાસુદેવે એકલે હાથે બધા જગતને જીતવાને સમર્થ હોય છે. એ બાળ વાસુદેવ મહા કુર એવા યમુના નદીમાં રહેલા કાળાનાગને પણ દમશે, તમારા ચાણુરમઠ્ઠને મારશે તેમ જ ચંપક અને પદ્યોત્તર નામે બે હાથીઓને પણ મારશે એ જ તમને પણ મારશે.” નિમિત્તિયાનાં આવાં વચન સાંભળીને કંસે એને અણગમતા પરૂણાની જેમ વિદાય કરી શત્રુને જાણવા અરિષ્ટાદિ ચારે પશુઓને દાવનમાં છુટા મુકી દીધાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com