________________
(૧૭૦) છતાં અખાડામાંથી કુદ્યા અને જ્યાં કંસ બેઠા હતા ત્યાં આવ્યા અને ગળચીમાંથી પકડ્યો “પાપી? આ ચાણુર મરા છતાં હજી તું પોતાને મરેલે માનતા નથી કે ?” એમ બેલતાં એના કેશ ખેંચીને એને પૃથ્વી ઉપર પાડી નાંખે અને એને મુગુટ જમીન ઉપર પડી ગયે એને નીચે પછાડી એની છાતી ઉપર પિતાને પગ રાખી, દબાવી કૃષ્ણ બોલ્યા. “અરે અધમ? વ્યર્થ તેં મારા છ બંધુઓને મારીને હત્યાઓ કરી. આજે તું જ હવે મે તને મેમાન છે. તેને મારનાર આ કૃષ્ણ હયાત છે. હવે તમારૂ રક્ષણ કરવાને કોણ સમર્થ છે?”
કંસને જમીન ઉપર પટકી તેના છાતી ઉપર એ બાળકૃષ્ણને ચડી બેઠેલા જોઈ બધા ત્યાં ક્ષોભ પામી ગયા, ને કંસના સુભટો સૈનિકે વિવિધ આયુધે લઈને એ બાળકૃષ્ણ ઉપર તુટી પડ્યા. બલરામ અત્યાર સુધી માધ્યસ્થ ભાવથી મામા ભાણેજનું ઠંદ્વયુદ્ધ જોતા હતા તે આ લોકો કૃષ્ણને મારવા જતા જોઈને એક મોટે થંભ ઉખેડીને હાથમાં ધરી રાખી કૃષ્ણને પડખે ઉભા અને પડકાર્યો. મધપુડાની માખીઓ. જેમ નાશી જાય એમ બળદેવના મારથી એ હજારે, લાખો સુભટો કંસને એના ભાગ્ય ઉપર છોડીને જીવતા નાસી ગયા.
પછી કૃષ્ણ હજારે રાજાઓ, સરદાર અને સુભટના દેખતાં જ કંસના માથા ઉપર ચરણ મુકીને મારી નાંખ્યો. પછી સમુદ્ર જેમ ઓવાલને બહાર કાઢી નાંખે તેમ એને કેશથી ખેંચીને રંગમંડપમાં ફેંકી દીધો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com