________________
(૧૬૪) રીને નહીં સહન કરનાર કૃષ્ણ ઉઠીને તે ધનુષ્ય ઉપાડી લઈને કુંડલાકારે એને વાળી દીધું. પછી અનાવૃષ્ટિ કૃષ્ણની સાથે રથમાં બેસીને ગોકુળમાં ગયા ત્યાં કૃષ્ણજીને મુકી, પોતે શૈર્યપુર ગયે.
ધનુષ્ય કેણે ચડાવ્યું તે મથુરા પતિ કંસના ધ્યાનમાં રહ્યું નહીં પણ કોઈ બાળકે એને લીલામાત્રમાં વાળી દીધું.ચડાવી દીધું. જેથી તે અજાયબ થયે–એક બાળકનું આટલું બધું બળ ! જન શ્રુતિ–લક પરંપરાએ એના સાંભળવામાં આવ્યું કે “નંદના પુત્રે ધનુષ્ય ચડાવ્યું” જ્યારે કંસે નંદના પુત્રનું નામ સાંભળ્યું એટલે એને હદયમાં બહુ દુઃખ થયું. “આહા! એવા ગોવાળીયાના નાનકડા બાળકનું આવું અપૂર્વ પરાક્રમ? એમ ચિંતવતાં તેણે ધનુષ્યને મહત્સવ કરવાના નિમિત્તે સર્વ રાજાઓને પાછા બાલાવ્યા. અખાડામાં મલેને પિતાના બાહુયુદ્ધની કળા દેખાડવાની આજ્ઞા કરી. દેશ દેશના રાજાઓ આવીને મંડપમાં બેઠા હતા–જરાસંધનું વિશાળ સૈન્ય કંસની મદદ માટે એને પડખે ઉભું હતું. વસુદેવે પણ સમય વિચારીને આ પ્રસંગે પિતાના વડીલ બાંધવે સમુદ્રવિજયાદિકને તેમજ અક્રૂર વગેરે પુત્રને ત્યાં બેલાવ્યા હતા. પરાક્રમી કંસરાજે તેમને સત્કાર કરીને ઉંચા માંચા ઉપર બેસાર્યા. પ્રસંગ કટોકટીને હતે. -
મલ્લયુદ્ધની વાર્તા કૃષણના સાંભળવામાં આવી છે અગીયાર વર્ષના કૃષ્ણ ત્યાં જવાને ઉત્સુક થયા જેથી એમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com