________________
(૧૫૭) વાર દેવકીજી પૂજાના નિમિત્તે ગોકુળમાં આવવા લાગી ત્યારથી લેકમાં સ્ત્રીઓમાં પૂજાનું વ્રત શરૂ થયું.
અન્યદા શકુની અને પુતના નામે બે વિદ્યાધરીઓ વસુદેવને અપકાર કરવાને શક્તિવાન ન થવાથી તેના પુત્ર ઉપર વેર લેવાને ગોકુળમાં આવીને યશોદા અને નંદ વગરના એકલા બાલુડા કનૈયાને જોઈને શકુનીએ ગાડામાં બેસીને કૃષ્ણને દબાવ્યા ને વિષલિપી સ્તન પુતનાએ કૃષ્ણના મેંમાં મુકયું તે વખતે કૃષ્ણના મિત્ર દેવતાએ એનાજ ગાડાવડે એને મારી નાંખી, નંદ ઘેર આવ્યું ત્યારે આ બધું જોયું જેથી અપાર શક કરવા લાગ્યું અને પોતાના સેવક ગોવાળોને પૂછ્યું કે “આ ગાડું કેમ વિખાઈ ગયું ! આ રૂધિરથી વ્યાસ કલેવરવાળી રાક્ષસી સ્ત્રીઓ કોણ છે?”
“હે સ્વામિન્ ! બાલ છતાં પણ તમારા આ બળવાન બાળકે ગાડુ વિખેરી નાખીને એણે એલેજ આ બે વિદ્યાધરીએને મારી નાંખી ” એ સાંભળીને બંદે કૃષ્ણનાં સર્વે અંગ જોયાં તે અક્ષત હતાં એટલામાં યશોદા આવી તેને નંદે કહ્યું “તું પુત્રને એકલે મુકીને કયાં જાય છે? જે તેં થોડે વખત પુત્રને આજે એકલો મુકયે તે સંકટમાં આવી પડયે” પતિના આવા વચન સાંભળીને ગાડુ અને વિદ્યાધરીઓને જોઈ દુઃખી થયેલી યશોદાયે રડાપીટ કરતાં કૃષ્ણ પાસે આવીને તેને તેડી લીધે.
કે દિવસે વળી એક દેરડી કૃષ્ણના પેટ સાથે બાંધીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com