________________
( ૧૫૫)
તે બહુજ સારે વિચાર કર્યો. ” એમ બોલતા વસુદેવ તે બાલકને લઈને નિકળ્યા. પહેરેગીર નિદ્રાવશ હતા એટલે કાંઈ ચિંતા નહોતી. બાળકના પૂર્વભવના મિત્ર દેવતા, એના પુણ્યથી આકર્ષાયેલા દેવતા એને સહાયકારી હતા. ચાલતા ચાલતા તે નગરના દરવાજા પાસે આવ્યા ત્યાં પાંજરામાં રહેલા ઉગ્રસેન-કંસના પિતાએ “આ શું?” એમ સંભ્રમથી વસુદેવને પૂછયું.
“ આ કંસને શત્રુ છે.” એમ કહીને તે બાલક, વસુદેવે ઉગ્રસેનને બતાવ્યો ને ઉમેર્યું કે “હે રાજન ! આ બાલકથી તમારા શત્રુનો નિગ્રહ થશે તમારા ભાગ્યનો ઉદય થશે. પણ આ વાર્તા કઈને કહેશે નહી.”
એમજ થાઓ.” ઉગ્રસેન બોલ્યા.
દરવાજામાંથી બહાર નીકળી વસુદેવ નંદને ઘેર ગયા. તે સમયે નંદની પત્ની યશોદાએ પણ પુત્રીનો જન્મ આપે હતા. એટલે વસુદેવે પુત્ર આપીને પુત્રી લઈ લીધી. તે પોતાને સ્થાનકે આવીને દેવકીની પાસે મુકી દીધી. વસુદેવ આ પ્રમાણે ફેરફાર કરીને બહાર આવી પિતાની જગાએ જઈ સૂઈ ગયા એટલે પુત્રીના રડવાથી કંસના પુરૂષે જાગી ઉઠયા અને “શું જમ્મુ ?” એમ પૂછતાં અંદર આવ્યા. તે પુત્રી જન્મેલ જેવામાં આવી. તેને લઈને તેઓ-આ રક્ષકો કંસની પાસે ગયા. તેને જોઈને કંસ વિચારવા લાગ્યું કે, “એહ! સાતમે ગર્ભ મને મારનાર હતું એ તે આ સ્ત્રી થયે માટે નક્કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com