________________
( ૧૫૪ )
ગર્ભ દેવકીના મૃત પુત્રા હતા. એના તરતના જન્મેલા પુત્રા તે ભઠ્ઠલપુરમાં નાગ સારથિને ત્યાં સુલસા શેઠાણીને નેગમેષી દેવતાએ આપ્યા અને એના મૃત પુત્ર દેવકીને ત્યાં મુકવામાં આવતા દેવતાની શક્તિથી કહા કે વિધિની મરજીથી કહા અન્નેને પ્રસુતીકાળ સાથેજ આવતા. એ મરેલા ગર્ભને કસ મારી નાંખી મનમાં પ્રસન્ન થતા હતા.
હવે દેવકીજીને સાતમા ગર્ભ રહ્યો, તે વારે વસુદેવને સૂચવનારાં સાત સ્વપ્ના દેવકીજીએ જોયાં. સિડુ, હાથી, અગ્નિ, ધ્વજ, વિમાન, પદ્મસરાવર ને ચંદ્ર એ સ્વપ્ના જોઇને જાગ્યાં, કોઇ ઉત્તમ ગ એમની કુક્ષિમાં ઉત્પન્ન થયા. પ્રાત: કાળે પતિને એ વાત કહી સંભળાવી પુત્રના જન્મ થાય ત્યારે અને કઇ રીતે યમ સમા ભાઇથી સહીસલામત બચાવવાની ગુપ્ત વ્યવસ્થા કરવી.
પૂર્ણ માસે કૃષ્ણવ વાળા પુત્રના દેવકીએ જન્મ આપ્યા. જે પુત્ર જન્મતાં જ દેવસાનિધ્યથી શત્રુઓની ષ્ટિના નાસ કરનારા થયા. જ્યારે તેના જન્મ થયા ત્યારે કૃષ્ણના તેના પક્ષના દેવતાઓએ કંસના ચાકીદારાને નિદ્વાવશ કરી દીધા. એટલે દેવકીએ પુત્રના જન્મ થતાં વસુદેવને ખેાલાવીને કહ્યુ કે, “ પાપી કંસે મારા છ પુત્રાને તમને વચનથી માંષી લઈને મારી નાંખ્યાં પણ આ પુત્રનુ કાઇપણ રીતે રક્ષણ કરા, માલકની રક્ષા માટે માયા કરવી એમાં પાપ લાગતું નથી. મારા આ બાળકને તમે ગાકુળમાં નંદને ઘેર લઈ જા. ત્યાં એ માશાળની જેમ મેાટા થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com