________________
( ૧૫૨ )
આ સમાચાર કે।ઇએ જાણ્યા નથી ત્યાં લગીમાં વસુદેવની પાસે દેવકીજીના સાતગો માગીલઉં. જો વસુદેવ માગણી કરવા છતાં સાતે ગર્ભ નહી આપશે તે! બીજો કાંઇ પ્રયત્ન કરીશ. જેથી મારા આત્માનુ કુષલ થાય. ” એમ વિચારતાં કંસ જોકે પેાતે મદ સહીત હતા છતાં શાંતિમય દેખાવ કરતા તે દૂરથી હાથ જોડતા વસુદેવપાસે આવ્યેા. વસુદેવે તેને ઉભા થઇને માન આપ્યુ. ને ક ંસને કહ્યું “ કેમ કાંઈ કહેવા આવ્યા હા એમ જણાય છે. મેલા શું તમારી ઈચ્છાછે ? તમારૂ મન હું' પ્રસન્ન કરીશ. ” વસુદેવની વાણી સાંભળીને 'સ મેલ્યા. “ મિત્ર ! પૂર્વે જીવયશ! અપાવીને મારી ઉપર તમે માટા ઉપકાર કર્યો છે. તા હવે મારી ખીજી ઇચ્છા એવી છે કે દેવકીના પ્રથમ સાતે ગર્ભ મને આપો.” સરલ મનવાળા વસુદેવે તે વચનુ કંસનુ માન્ય કર્યું.
ર
“ હું ખંધુ ! તારી ઇચ્છા પ્રમાણેજ થાઓ ! મારા અને તારા પુત્રામાં મારે કાંઇ અંતર નથી.” મૂળવાતને નહી જાણનારા દેવકીજી એલ્યાં.
“ પ્રિયા ! તે કહ્યું તે સત્ય જ છે. તારા સાતે ગ` જન્મ પામતાં કંસને આધિન થાઓ ! ” વસુદેવે પણ એમાં અનુમતિ આપી.
૮ આહા ! તમારા મારી ઉપર કેટલા માટા ઉપકાર થયા. ” આ પ્રમાણે કહીને કંસ વસુદેવ સાથે મદિરાપાન કરી પાતાને ઘેર ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com