________________
(૧૫૧ ) સમુદ્રવિજ્ય પણ પોતાના બંધુઓ સાથે વસુદેવ અને રોહિણને લઈને પોતાના નગરમાં ગયા. તે પછી કાળાન્તરે વસુદેવ કેસની મદદથી મૃત્તિકાવતી નગરીના દેવક રાજાની દેવકીનામે પુત્રીને પરણ્યા. દેવકીજીને પરણને વસુદેવ કંસની સાથે મથુરા આવ્યા ત્યાં કંસે વસુદેવના લગ્ન નિમિત્તે માટે મહત્સવ કર્યો. એ અરસામાં કંસના અનુજ બંધુ અને ઉગ્રસેન રાજાના કુમાર અતિમુકતે પિતાનું દુઃખ જોઈને પૂર્વે દીક્ષા ગ્રહણ કરી હતી તે એમને ઘેર-કંસને ઘેર વહોરવાને આવ્યા. મદિરાથી ઉન્મત્ત થયેલી કંસની રાણી જીવયા પિતાના દિયરને આવેલા જોઈને બેલી. “અરે દિયરજી! આવ! આ ! આજે ઉત્સવને દિવસે ભલે આવ્યા. હવે મારી સાથે નૃત્ય કરો-ગાયન કરે.” એમ કરીને મુનિના કંઠમાં વળગી પડી. ગ્રહસ્થની જેમ તેમની ઘણું કદર્થના કરી. જેથી જ્ઞાની એવા અતિમુક્ત મુનિએ જ્ઞાનથી જોઈને કહ્યું કે, “હે છવયશા ! જેના નિમિત્તે આ ઓચ્છવ થાય છે તેને સાતમો ગર્ભ તારા પતિ અને પિતાનો નાશ કરશે.” વા જેવી ભયંકર વાણી સાંભળીને જીવયશાને મદ જતો રહ્યો. મુનિને એણે છોડી દીધા. એટલે મુનિ ચાલ્યા ગયા. તરતજ પોતાના પતિને આ સમાચાર જણાવ્યા. સાથે સાથે એને કોઈપણ ઉપાય થતો હોય તે કરવાને સૂચવ્યું.
પ્રિયાની વાણી સાંભળીને કંસે વિચાર્યું. “કદિ શકેંદ્રનું અમેધ વા કયારે પણ નિષ્ફળ થાય પણ જ્ઞાનીનું જ્ઞાનથી જેઈને કહેલું ભવિષ્ય વચન અન્યથા થતું નથી. તે પણ જ્યાં સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com