________________
(૧૫૦ ) વાંદિંત્ર વગાડનારને આ પરાક્રમી જાણુંને જરાસંઘે સમુદ્રવિજયને આજ્ઞા કરી કે “આ કેઈ સામાન્ય માણસ જણાતો નથી. જેથી બીજા રાજાઓ એને જીતવા શક્તિવાન નથી, માટે તમે જ એને જીતીને આ કન્યા .” જરાસંઘનું એવું વચન સાંભળીને સમુદ્રવિજય બોલ્યા. “રાજન ! મારે પરસ્ત્રી જોઈતી નથી પણ તમારી આજ્ઞાથી એ બલવાન નરની સાથે હું યુદ્ધ કરીશ” આ પ્રમાણે કહીને તેની સાથે યુદ્ધ શરૂ કર્યું. પણ સમુદ્રવિજયને ખબર નહોતી કે આ મારો ભાઈ વસુદેવ છે. યુદ્ધમાં સમુદ્રવિજય પણ જ્યારે જીતવાને સમર્થ થયા નહી ત્યારે તેમણે ધાર્યું કે “આ કે મારા કરતાં પણ સમર્થ પુરૂષ છે” યુદ્ધમાં મંદ ઉત્સાહવાળા સમુદ્રવિજય રથમાં બેઠા હતા ત્યાં એક બાણ આવીને તેમના ચરણ આગળ પડયું. સમુદ્રવિજયે ચમકીને બાણ સામે જોયું હાથમાં લઈએના અક્ષરે વાંચ્યા કે “કાંઈપણુ મિશ કાઢીને પરદેશ ગયેલે તમારો અનુજ બાંધવ વસુદેવ તમને નમસ્કાર કરે છે” સમુદ્રવિજય તો ખુશી થયા ને રથમાંથી ઉતરીને ભાઈને મળવાને દેડ્યા. વસુદેવ પણ સામે આવીને વડીલ બંધુના ચરણમાં પડયા. વસુદેવ મૂળરૂપે પ્રગટ થયા. રૂધિરરાજા પણ આવે જમાઈ મલવાથી ખુશી થયા. જરાસંઘે પણ એને પિતાના સામંતને ભાઈ જામ્યો એટલે પિતાને કેપ શાંત થઈ ગયે.
મેટા મહોત્સવ પૂર્વક રેહિણું અને વસુદેવનાં લગ્ન થયાં. એટલે જરાસંઘ વગેરે રાજાએ પોતપોતાને સ્થાનકે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com