________________
( ૧૪૮) એણે આ પેટી જે. જળથી બહાર કાઢી ઉઘાડતાં જ અંદર કાગળ, રત્નની બે મુદ્રિકા, રત્નો અને સુંદર બાળક જોઈને તે વિસ્મય પામ્યું. પછી તે ખુશી થઈને બાળકની સાથે પેટી વગેરે પિતાને ઘેર લઈ ગયે. ઈદુ નામની પોતાની પત્નીને બાળક અર્પણ કર્યો. અને દંપતિએ કાંસાની પેટીમાંથી નીકળે માટે કંસ એનું નામ પાડયું. અનુકમે તે બાલ્યાવસ્થામાં આવ્યો ત્યારે લોકોનાં બાળકોને તે મારવા-કુટવા લાગે જેથી રોજ એને ઠપકો આવવા લાગ્યો. દશ વર્ષનો થયો ત્યારે દંપતિએ વસુદેવના સેવક તરીકે રખાવ્યે બળથી તે કંસ વસુદેવને પ્રિય થઈ પડે. વસુદેવની સાથે રહી બધી જાતની કળાઓ તે શીખે. ક્રમે ક્રમે તે વનવયમાં આવ્યું.
એ અરસામાં પૂર્વે શુકિતમતિનગરના વસુ રાજાને નવમે સુવસુ નામે પુત્ર નાગપુર જતો રહ્યો. તેને વૃહદ્રથી નામે પુત્ર થયો હતો તે રાજગૃહનગરમાં રહીને રાજ્ય કરવા લાગે. તેની સંતતિમાં અનુક્રમે બ્રહદ્રથ નામે રાજા થયો તેને પુત્ર જરાસંઘ પ્રચંડ આજ્ઞાવાળે ત્રણ ખંડ ભારતને સ્વામી પ્રતિવાસુદેવ થયે, એણે સમુદ્રવિજય રાજાને આજ્ઞા કરી કે “વૈતાઢય પર્વત પાસે સિંહપુર નામે નગર છે ત્યાંના સિંહ રાજાને બાંધી લાવે. એને બાંધી લાવનારને હું મારી પુત્રી છવયશા અને એક સમૃદ્ધિવાન નગર આપીશ.”
પછી સમુદ્રવિજયની આજ્ઞા લઈને વસુદેવ અને કંસ સૈન્ય સહીત ત્યાં ગયા ને સિંહ રાજાને યુદ્ધમાં જીતીને બાંધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com