________________
( ૧૫૬)
મુનિનું વચન અન્યથા થયું તેા હવે આ છેાકરીને નાહક શા માટે મારવી. ” એમ વિચારી ખાલિકાની એક ખાજીની નાસિકા છેદીને દેવકીને સોંપી દીધી.
હવે કૃષ્ણઅંગને લીધે કૃષ્ણ એ નામે એળખાતા દેવકીને પુત્ર નંદને ઘેર વૃદ્ધિ પામવા લાગ્યા. એક માસ થયે એટલે દેવકીને પુત્રનુ મુખ જોવાની ઇચ્છા થઇ, જેથી વસુદેવને કહ્યું કે, “ હે સ્વામિન્ ! પુત્રનું મુખ જોવાની ઉત્કંઠાવાળી હું ગોકુળમાં જવા ઇચ્છું છું.
""
“ તમે અકસ્માત જશેા તેા વાત કુટી જશે ને ક ંસના જાણવામાં આવતાં માટે ઉપદ્રવ થશે. ” વસુદેવે કહ્યું. માટે કાંઈ કારણ જાહેર કરી જવુ ઠીક છે જેથી બીજા કાઇને એની ગંધ પણ આવે નહી.
,,
“ ત્યારે શું નિમિત્ત કાઢીને અમારે જવું ? ” દેવકીએ
પૂછ્યું.
ઘણી સ્ત્રીની સાથે ગાયાને પૂજવાને મ્હાને તમે ગાકુળ જાઓ. એ ગાપૂજાને કારણે તમે જશેા તા . ખખર પડશે નહીં. ” વસુદેવે ઉપાય મતાન્યેા.
''
દેવકીજી ગાપૂજાનુ નિમિત્ત કાઢીને ઘણી સ્ત્રીઓની સાથે ગાકુળ આવ્યાં. ત્યાં નંદને ઘેર હૃદયમાં શ્રીવત્સના લક્ષણુવાળા નીલકમળ જેવી કાંતિવાળા ને કર ચરણમાં ચક્રાદિકના ચિન્હા વાળેા પુત્ર યશોદાના ખેાળામાં રમતા જોયા. તે પછી વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com