________________
(૧૪૪) રહેલ અનુજ બંધુ પાછે જીવશે તે પત્થર ઉપર પણ કમલ ઉગશે. “એની એવી વાણી સાંભળતાં પણ બળદેવ કંઈ પણ ન ગણકારતાં આગળ ચાલ્યા ગયા. આગળ શું જોયું? એક માણસ બની ગયેલા વૃક્ષને જળ વડે સિંચન કરતા હતા તેને જોઈને બળદેવે કહ્યું. “અરે મુઢ! આ બળી ગયેલા વૃક્ષને શું તું નવલપ કરવા ધારે છે કે ? ”
હા ! તમારી કાંધે રહેલું આ શબ જે ફરીને આવશે તે મારું વૃક્ષ પણ નવપલ્લવ થશે” છતાં રામને કાંઈ બોધ થયે નહી ને આગળ ચાલ્યા. એટલે તેમણે એક વાળને આ મૃતગાયના મુખમાં ઘાસ નાખીને તેને ખવાડતો દીઠાજેથી બળભદ્ર બોલ્યા. “અરે ભેળા? આ હાડકાં ખખડતી મરેલી ગાયના મૅમાં તું ઘાસ નાખે છે તો તે ખાશે કે ?”
“જે તમારે અનુજ બંધુ જીવતે થશે તે આ મૃતગાય પણ સજીવન થશે.” દેવતાએ કહ્યું. વારંવાર આ પ્રમાણે સાંભળવાથી બળરામ વિચારમાં પડયા કે “શું ત્યારે મારે અનુજ બંધુ મરી ગયે છે? જેથી આ જુદાજુદા માણસે એક સરખેજ જવાબ આપે છે. “સ્નેહનું તીવ્ર બંધન કૈકશિથિલ થવાથી બળરામને એ પ્રમાણે વિચાર થયો. એટલે દેવતા તરતજ પોતાના મૂળ સ્વરૂપમાં–સિદ્ધાર્થ સારથિના રૂપમાં પ્રગટ થયે. અને બોલ્યા “હું તમારે સારથિ સિદ્ધાર્થ છું. તમારી રજાથી દીક્ષા લઈને તપસ્યા કરતે આયુષ્ય ક્ષયે હું દેવ પણે ઉપન્યો છું. તમે પૂર્વે મારી પાસે કરેલી માગણું યાદ છે કે તે માગણને અનુસારે હું તમને બંધ કરવાને આવ્યો છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com