________________
( ૧૪૫) બળરામે સિદ્ધાર્થ સારથિને ઓળખ્યો અને તેનાં વચન સાભળીને કેક તેને ભાન આવ્યું. ગદગદીત કંઠે એણે કહ્યું “સિદ્ધાર્થ! શું ત્યારે મારે અનુજ બંધુ મરી ગયે? એને કોણે માર્યો? એમ બેલતા એમની આંખમાંથી આંસુ નીકળી પડયાં, બળરામ રડી પડયા.
પૂર્વે નેમિપ્રભુએ કહ્યું હતું તે યાદ છે કે, જરાકુમારથી કૃષ્ણનું મૃત્યુ થશે. અત્યારે તે ભવિષ્ય કથન સત્ય થયું છે. કેમકે તીર્થકરેનું અમેઘ વચન ક્યારે પણ અન્યથા થતું નથી.” એમ કહીને જરાકુમાર સંબંધી ટુંક હકિકત કહી સંભળાવી ને કહ્યું કે “કૃષ્ણ અંતસમયે પિતાનું કૈસ્તુભ રત્ન નિશાની તરીકે આપીને પાંડ પાસે જરાકુમારને મોકલ્યો છે.”
બાંધવના મરણુ શોકથી વિહવલ થયેલા દુઃખી બલરામે તે સમયે દેવતારૂપ સિદ્ધાર્થને કહ્યું કે “હે સિદ્ધાર્થ ! તમે અહીંયાં આવીને મને બાધ કર્યો તે ઘણું સારૂ કર્યું છે. કહે. હવે આવા દુ:ખના સમયમાં મારે શું કરવું? ભાઈનું મરણ હવે ક્ષણભર પણ સહેવાને હું સમર્થ નથી.”
“ શ્રી નેમીનાથપ્રભુના વિવેકી બાંધવ એવા તમારે હવે દીક્ષા લેવી એજ ઉચિત છે.” સિદ્ધાર્થે કહ્યું “બહુ સારૂ એમ કહીને એની વાણી બળરામે અંગીકાર કરી. પછી બળરામે સિદ્ધાર્થ દેવતાની સાથે સિંધુ અને સમુદ્રના સંગમને સ્થાનકે આવીને કૃષ્ણના શરીરને અગ્નિસંસ્કાર કર્યો.
સ્મૃ. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com