________________
(૧૩૪) રૂદન કરવા લાગ્યો ને કૃષ્ણને પૂછવા લાગ્યો. “અરે બંધવ! તમે અહીંયાં કયાંથી ? ને આ શું થયું? શું દ્વારિકા દહન થઈ ગઈ. ને યાદવેને ક્ષય થઈ ગયો. અરે ! તમારી અવસ્થા જેતાં નેમિનેશ્વરની ભવિષ્યવાણી અક્ષરેઅક્ષર સત્ય થઈ હોય એમ જણાય છે. ” જરાકુમારની વાણી સાંભળીને શ્રી કૃષ્ણ દ્વારીકા દહનને ટુંક ઈતિહાસ માંડ માંડ કહી સંભળાવ્યું એટલે જરાકુમાર રૂદન કરતાં બોલ્યો, “અરે ભાઈ! શત્રુને
ગ્ય એવું મેં આ કેવું અનુચિત કાર્ય કર્યું ! યાદના મુગુટમણિ એવા તમારા સરખા વિશ્વવત્સલ પુરૂષની નાનાભાઈની મેં હત્યા કરી જેથી નરક ભૂમિમાં પણ મને જગ્યા મળશે નહી. હા ! દુષ્ટ દેવ ! તે આ શું કર્યું? કે તમારી રક્ષા માટે મેં વનવાસ સ્વીકાર્યો પણ મને કયાંથી ખબર કે એ દુષ્ટ વિધિએ તમારા કાળરૂપે મને જ કપેલે છે. નહીતર હું જ આત્મઘાત કરીને મરી જાત. હે પૃથ્વી ! તું ફાટી જા કે તારા ઉદરમાં થઈને હું સ્વદેહેજ દુઃખ ભેગવવાને નરક લોકમાં જાઉ. ભાઈની હત્યા કરીને હવે મારે સંસારમાં જીવતાં રહેવું એ મને નરકથી પણ અધિક દુ:ખદાઈ છે. અરે ! તે વખતે ભગવંતનું વચન સાંભળીને હું મરી કેમ ન ગયે? કારણ કે તમે વિદ્યમાન છતાં હું કદાચ મરીજાત તો મારા નાશથી દુન્યાને કંઈ ખોટ પડત નહી.” એ પ્રમાણે વિલાપ કરતા જરાકુમારને શ્રી કૃષ્ણ આશ્વાસન આપતાં કહેવા લાગ્યા કે “ ભાઈ ! હવે શોક કરવાથી શું ફાયદો? કારણો મે તેવો પુરૂષ પણ વિધાતાનું ઉલ્લંઘન કરી શક્તો નથી. જે બનવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com