________________
( ૧૩૨ )
પગ બીજા જાનુ ઉપર ચઢાવીને રસ્તા ઉપર રહેલા માટા તરૂવરની નીચે પીળું વસ્ત્ર આઢીને સુતા. ને ક્ષણવારમાં એ વનની મંદ મંદ પવનની આનઃજનક લહેરીએથી શાંતિ પામતા નિદ્રાવશ થઇ ગયા.
અહીંયાં રામને પાણી લેવા જતાં અપશુકન થવા લાગ્યા. જેથી પાછા વળી આવી શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા “ બાંધવ? હું જળ લઈને આવું ત્યાં લગી ક્ષણુ માત્ર પણ પ્રમાદ સેવશે નહી. ' પછી આકાશ તરફ઼ નજર કરતાં બળભદ્ર ખેલ્યા. હું વનદેવીએ ! મારા અનુજ અઘુ આજે તમારે શરણે છે. માટે એ વિશ્વવત્સલ પુરૂષની રક્ષા કરજો. ” આ પ્રમાણે કહીને રામ જળ લેવાને ચાલ્યા ગયા. જળની શેાધમાં કેટલાય દૂર જતા રહ્યા.
હાથમાં ધનુષ્યને ધારણ કરનારા અને વ્યાઘ્રચર્મના વસ્ત્ર પહેરનારા એક શિકારી જેવા જણાતા પુરૂષ વનમાં ક્રતાં કરતાં અહીં આવી ચઢ્યો, શિકારની શેાધમાં ભમતા એ શિકારીએ દૂરથીકૃષ્ણજીના ચરણમાં પદ્મ ચમકતું જોઈ મૃગલાની બુદ્ધિએ તરતજ એના શિકાર કરવા ઝેરખાણુ ચડાવ્યું. અને છેડી મુકયું જે માશુ સડસડાટ કરતુ ચરણને આરપાર ભેદીને બહાર નીકળી ગયું. માણુ વાગવાની પીડાથી કૃષ્ણ નિદ્રામાંથી એકદમ બેઠા થઈ ગયા અને ખેલ્યાં. અરે! મને નિરપરાધીને કયા ક્રુષ્ણે આમ . છલ કરીને ખાણુ માર્યું. પૂર્વે કયારે પણ મને કાઇએ આવી રીતે પ્રહાર કર્યાં નથી,. ને મેં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com