________________
(૧૩૬) હજારે સ્ત્રી, પુત્રને સેવકેમાંથી અત્યારે કોઈ પાસે નહોતું. હા ! એ દુષ્ટ વિધિને શું કહીયે, ત્રણ ખંડ પૃથ્વીને ભગવનાર અત્યારે જળ વગર તલસતો હતે. પાણીને બદલે કહેલાં Qધ હાજર થતાં તેને માટે અત્યારે નજીવું પાછું પણ એના નશીબમાં નહતું. દુ:ખની વ્યાધિથી તરફડતાં કૃષ્ણને મૃત્યુઘંટ વાગી ચુક્યો હતે. અંતસમય નજીક આવ્યું જાણુ ભગવંત નેમિનાથનું સ્મરણ કરવા માંડ્યું. “અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને મન વચન ને કાયાથી નમસ્કાર કર્યો. વળી જેણે અમારા જેવા પાપીઓને ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી ધર્મતીર્થ પ્રવર્તાવ્યું. એવા શ્રી નેમિભગવંતને મારે નમસ્કાર. થાઓ એ પ્રમાણે બોલતાં શ્રીકૃષ્ણ તણના સંથારામાં જાનું ઉપર ચરણ મુકીને સુતા ને વસ્ત્ર ઓઢીને ચિંતવવા લાગ્યા કે –
ભગવંત નેમીનાથ, વરદત્ત આદિ ગણધરે, પ્રદ્યુમ્ન વગેરે મારા કુમારે અને રૂક્ષમણિ ઈત્યાદિક મારી સ્ત્રીઓને ધન્ય છે કે જેમણે સંસારૂ રૂપ કારાગારને ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી. અરે ! કષાઓથી પરાભવ પામેલા મને ધિક્કાર છે કે હું કોઈ પણ ત્યાગ કરવાને શક્તિવાન ન થયો. આ અમુલ્ય માનવભવ બધો એળેજ ગયે.” ઇત્યાદિક શુભ ભાવના ભાવતાં વ્યાધિની પીડાથી શ્રીહરીનું સર્વ અંગ ભગ્ન થવા લાગ્યું. પાપના ઉદયે કરીને પીડા એમને અધિક થવા લાગી. નરકગતિમાં જવાનું હોવાથી એની અનૂપૂવી ઉદય આવી.
જે ગતિમાં એમને જવાનું હતું તે ગતિને ચગ્ય વેશ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com