________________
( ૧૩૮ )
ઓળખાવતુ એ શ્યામ સુંદર શરીર છેડીને ચિરકાળ પર્યંત એમાં રહીને સુખભોગવનારા સમર્થ આત્મા દુ:ખ ભાગવવાને ચાલ્યા ગયા. એ નિર્જીવ શરીર અહીયાં પડી રહ્યું. આત્મા વગરના એ શરીરના હવે કાંઈ ઉપયાગ ન હતા.
કંસના કારાગૃહમાં જન્મ્યા પછી શ્રીકૃષ્ણે સાળ વ કુમારપણામાં રહ્યા, છપ્પન વર્ષ મંડલિકપણામાં અને નવસેાને અઠ્ઠાવીશ વર્ષ જરાસંધના નાશ કર્યો પછી અ ચક્રીપણામાં એમણે પસાર કર્યો. નેમીનાથ ભગવાનના એ અવિરત શ્રાવક હતા. એવી રીતે એક હજાર વર્ષ પર્યંત આ જગતમાં ઈંદ્ર સમી સાહેબી ભાગવીને આ ભરતક્ષેત્રના એ છેલ્લા વાસુદેવ પેાતાની ભૂમી છેાડીને પર ભૂમીમાં ગયા.
દેવ વિચિત્રતા તે જુએ કે મૃત્યુ સમયે વિધિએ ખળભદ્રને પણ એમનાથી જુદા પાડયા. એમના દુશ્મનાના મુખ હંમેશને માટે ઉજ્જવળ થયાં. મિત્રાને હમેશાં રડતા છેડીને એ કૃષ્ણ ચાલ્યા ગયા. જગતમાં એવા અપૂર્વ શૈાભાગ્યશાલીનું મરણુ એવી રીતે ઘણુ ંજ વિચિત્ર થયુ. સંસારનુ નાટક તે જુઓ કે શ્રીકૃષ્ણ જેવા સમર્થ પુરૂષનુ મરણ પણ કેવી રીતે થયું ?
~~
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com