________________
પ્રકરણ ૬ હું હા? કૃષ્ણ!'
બળભદ્ર તે જળ લેવાને ગયા હતા. આસપાસ અનેક જગ્યાએ તપાસ કરતાં મહામુશ્કેલીએ કેટલી વારે જળનાં દર્શન થતાં કમલના પાંદડાંને પત્રપુટ–દડી બનાવી એમાં જલ ભરીને કૃષ્ણની પાસે ત્વરાથી આવવા લાગ્યા. પરંતુ માર્ગમાં એમને અનેક પ્રકારના અપશુકન થયા. જેથી અનેક પ્રકારના સંકલ્પવિક૯પ કરતા તે કૃષ્ણની પાસે આવ્યા. પિતાના બંધુને વસ્ત્ર ઓઢીને નિરાંતે સુતેલા જાણી બળભદ્ર તેની પાસે થોડીક વાર બેઠકે એ સુખે સૂઈ ગયા છે તે ભલે સુવે.” એમ વિચારતા પાસે બેઠા. થોડીક વાર થઈ એટલામાં તો એમના શરીર ઉપર માખીઓ બણબણતી જોઈને સંભ્રમથી એમના શરીર ઉપરથી વસ્ત્ર ખેંચી લીધું. તેવામાં એપ્રિયબાંધવનું વિવર્ણ થઈ ગયેલું મૃતફ્લેવર જોઈને બળભદ્ર છેદેલા વૃક્ષની જેમ મૂચ્છ ખાઈને પૃથ્વી ઉપર તુટી પડયા. કોઈ પણ પ્રકારે વનના મંદમંદ વાયુથી સંજ્ઞા મેલવીને બળભદ્દે મોટે સિંહનાદ કર્યો જેની ભયંકર ગર્જનાથી વાઘ, ચિત્તને સિંહ જેવાં શિકારી પ્રાણીઓ પણ ત્રાસ પામી ગયા, ભયથી આસપાસ નાસવા લાગ્યાં. વૃક્ષે કંપવા લાગ્યા એ સિંહનાદથી બધુ વન ખળભળી ઉઠયું સિંહનાદની સાથે જ એ વીર પુરૂષે ગર્જના કરી “જે પાપીએ વિશ્વમાં વીર એવ. સુખે સુતેલા મારા બંધુને મારી નાખ્યો છે એ પિતાના આત્માને જણ. અને જે તે ખરેખર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com