________________
( ૧૩૩) આવી રીતે છળથી કોઈને માર્યો નથી, માટે જે છે તે પિતાનું નામ કહે. ” આ પ્રમાણે કૃષ્ણજીનાં શબ્દો સાંભળીને શિકારી કે મનુષ્યનો વધ થયો છે એમ સમજો અને વૃક્ષની ધટામાં રહીને બોલ્યા કે “ હરિવંશમાં ઉત્પન્ન થયેલા દશમા દશાઈ વસુદવનો હું જરાદેવી સ્ત્રીથી જન્મેલે જરાકુમાર નામે પુત્ર છું. રામકૃષ્ણને અગ્રજ-મોટો ભાઈ ૬. શ્રી નેમિનાથનાં વચન સાંભળીને શ્રી કૃષ્ણની રક્ષા કરવા ખાતર હું આ વનમાં આવ્યો છું. અહીંઆ રહેતાં મને આજકાલ કરતાં બાર બાર વર્ષનાં વહાણું વહી ગયાં પણ મેં અહીંયાં કે મનુષ્ય પ્રાણી જોયું નથી તે આમ મનુષ્યની માફક બોલનારા તમે કેણ છો ? ” જરા કુમારે પિતાની ટુંક હકીકત કહી સંભળાવી એ માણસનું ઓળખાણ માગ્યું.
અરે! પુરૂષ રૂપ વ્યાધ્ર બંધુ! આમ આવ! આમ આવ! તું જેને માટે વન વન રખડે છે. એ જ તારે બંધુ હું કૃણું છું. હે બાંધવ! તારે એ બાર બાર વર્ષને પ્રયાસ આજે વ્યર્થ ગ છે ને ભગવાન શ્રી નેમિનાથનાં ભવિષ્ય કથન જે સત્ય થયાં છે તે ? ” કૃષ્ણ જરા કુમારને ઓળખીને બેલ્યા એને પોતાની પાસે બોલાવ્યો.
શ્રી કૃષ્ણનું નામ સાંભળીને જરા કુમાર ચમક. શું તમે કૃષ્ણ?” એમ બોલતો જરા કુમાર કૃષ્ણની પાસે દેડી આવ્યા અને કૃષ્ણને જોઈ તે તત્કાળ મુચ્છિત થઈ ગયો. કેટલીક વારે માંડ માંડ સંજ્ઞા મેળવીને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com