________________
( ૧૩૧ ) લીલામાત્રમાં દરવાજા ભાંગી નાંખ્યા. સમુદ્રમાં જેમ એને ગ્રાસ કરવાને વડવાનલ પેસે તેમ કૃષ્ણનગરમાં પેઠા. કૃષ્ણ તે દરવાજાની મોટી ભૂગલ લઈને સૈનિકોને મારી નાંખ્યા. અને અછદંતને બાંધીને કુટવા માંડે. તેથી કૃષ્ણના પગમાં પડીને એણે ક્ષમા માગી ત્યારે રામકૃણે કહ્યું. “અરે મુખ? અમારી ભૂજાનું પરાક્રમ કાંઈ નાશ પામ્યું નથી. તે જાણતાં છતાં પણ આ શું હ્યું? જા નિશ્ચળ થઈને તારું રાજ્ય ભેગવ, તારા ભયંકર અપરાધ છતાં અમે તને છોડી મુકયે છીએ આપ્રમાણે કહીને અચ્છદંતને છોડી મુકો. ને બન્ને બાંધવે નગરની બહાર ઉદ્યાનમાં આવીને જોજન કરવા લાગ્યા. ભેજન કર્યા પછી થોડીક વાર વિશ્રાંતિ લઈને આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં તે દક્ષિણ દિશાએ વૈશંબીનગરીના વનમાં આવ્યા.
મદ્યપાન અને લવણ સહીત અતિ તિખી ભોજન કરવાથી ગ્રીષ્મરૂતુના વેગથી અહીંયાં આવતાં જ શ્રીકૃષ્ણને શ્રમથી, શોકથી અને સકલ પુણ્યને ક્ષય થઈ જવાથી અતિ આકરી તૃષા ઉત્પન્ન થઈ જેથી તે બળભદ્રને કહેવા લાગ્યા. “ભાઈ ! અતી તૃષાથી મારૂં તાળવું સુકાઈ જાય છે જેથી આ છાંયાવાળા વનમાંથી હવે આગળ ચાલવાને હું જરાય પણ સમર્થ નથી.”
બંધુ ! હું ઉતાવળે જળ લઈને આવું છું, તમે આ વૃક્ષની નીચે આરામ . પણ જાગતા રહેજે. પ્રમાદ સેવ નહી.” એમ કહીને બળભદ્ર જળ શોધવાને ચાલ્યા ગયા.
શ્રી કૃષ્ણ પણ અતિ શ્રમિત અને તૃષાતુર હોવાથી એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com