________________
<
( ૮૮ ) વિનાશ કરવા લાગી. છતાં આ મને કર્મ ક્ષયમાં સહાય કરનારી છે. ’ એમ માનીને આ સુનિ મનમાં લેશમાત્ર પણ ગ્લાનિ પામ્યા નહી. અને મનમાં શુભ ધ્યાન ધરવા લાગ્યા. આ પ્રમાણે વાઘણુથી ભક્ષણ કરાતા મુનિ શુકલધ્યાનવડે કેવલજ્ઞાન પામીને તરતજ આયુષ્ય પૂર્ણ કરી મુક્તિએ ગયા. તેવીજ રીતે વાઘણુથી વિદ્યારાતા કીર્તિધર મુનિ પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને શિવસુખના ભાજન થયા.
ચિત્રમાલાને પુત્ર પ્રસબ્યા એનું હિરણ્યગર્ભ એવુ નામ પાડયું. જ્યારે યાવન વયમાં આવ્યા ત્યારે મૃગલાચની મૃગાવતીને પરણ્યા. એ મૃગાવતીથી એને નઘુષ નામે પુત્ર થયેા. એટલે નઘુષને રાજય ઉપર બેસાડીને હિરણ્યગર્ભે વિમલક્રુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. નઘુષ રાજાને સિંહિકા નામે પત્ની હતી. એક વખતે સિંહિકાને રાજ્યમાં મુકીને પોતે ઉત્તર દિશાના રાજાઓને જીતવાને ચાલ્યા એટલે દક્ષિણ દિશાના રાજાએ નઘુષ રાજ્યમાં નથી એમ જાણી એકત્ર થઇને અપેાધ્યા ઉપર ચઢી આવ્યા. એટલે સિંહિકા રાણીએ પુરૂષની જેમ તેમની સામે થઇ તેઓને જીતીને નસાડી મુક્યા. થુ સિંહણા હાથીઓને નથી મારતી ?
નથુષ રાજા ઉત્તર દેશના રાજાઓને જીતીને અયાખ્યામાં આવ્યા ત્યારે પેાતાની પત્નીએ કરેલા વિજયનું વૃત્તાંત સાંભન્યું. જેથી તેને વિચાર થયા કે “ મારા જેવા પરાક્રમીને પણ આવું કાર્ય કરવું દુષ્કર છે તે આ સ્રીએ આ કામ શી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com