________________
પ્રકરણ ૧૫ મું. રાજ્યાભિષેક ને છેવટ –
રાવણને નાશ કરીને રામ લક્ષ્મણ સીતાની સાથે સમુદ્રના કિનારા ઉપર આવ્યા અને શ્રી સ્થંભન પાર્શ્વનાથ આગળ એમણે અઠ્ઠાઈ ઓચ્છવ કરી પિતાને આનંદ વ્યકત કર્યો. તે આપણે જોઈ ગયા છીએ. ત્યારપછી વિભીષણ, સુગ્રીવ ને ભામંડલ પ્રમુખ રાજાઓની સાથે રામ લક્ષ્મણ વિમાનમાં બેસીને અયોધ્યામાં આવ્યા. પુષ્પક વિમાનમાં બેસીની આવતા પોતાના બંધુઓને જોઈને ભરત ને શત્રુઘ ગજેંદ્ર ઉપર બેસીને સામા આવ્યા. ભરત નજીક આવ્યા એટલે પુષ્પકવિમાન ઇંદ્રની આજ્ઞાથી પાલક વિમાનની જેમ પૃથ્વી ઉપર નીચે ઉતર્યું. એટલે ભરત ગજેન્દ્ર ઉપરથી નીચે ઉતરી પડયા. એટલે ઉત્કંઠિત એવા રામ લક્ષ્મણ પણ પુષ્પક વિમાનમાંથી નીચે ઉતર્યા, ભરતરાજા રામના પગમાં પડયા. ભરતને ઉભા કરીને રામ ભરત સાથે મલ્યા. સુખશાંતિના સમાચાર પૂછ્યા. શત્રુદ્ધ પણ રામના ચરણમાં પડયા તેમને રામે ઉઠાડ્યા. પછી ભરત અને શત્રુઘ લક્ષ્મણને નમ્યા, ચારે બાંધો સ્નેહના સદ્દભાવથી ગાઢપણે મલ્યા. પછી રામ ત્રણે અનુજ બંધુઓની સાથે પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યામાં આવ્યા. અનેક પ્રકારે વાર્દિ2 વાગવા લાગ્યાં. નગરમાં લેકોએ પણ મટે ઓચછવ કર્યો. નગરજનોથી પૂજાતા રામ લક્ષ્મણ રાજમહેલમાં આવ્યા એટલે પુષ્પક વિમાનમાંથી ઉતરીને માતૃગૃહમાં ગયા. રામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com