________________
( ૧૦૪ ) રહીત થઈ ગયે, રામ લક્ષમણ એને પકડવાને પછવાડે આવ્યા હતા તેમણે પકડીને મહાવતને આપે. મહાવતે એને બાંધે
કોઈ જ્ઞાની મુનિ પાસે ભરતે પોતાના પૂર્વભવ સાંભળે. એથી એમને અધિક વૈરાગ્ય થયે એક હજાર રાજાઓની સાથે ભરત રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અંતે ત્રણ કેડ મુનિવરોની સાથે ભારત સિદ્ધગિરિ ઉપર શિવસુખને વર્યો.
ભરતે જ્યારે દીક્ષા લીધી ત્યારે અનેક રાજાઓએ, પ્રજાએ અને વિદ્યાધરોએ રામચંદ્રજીને રાજ્ય સ્વીકારવા પ્રાર્થના કરી. ત્યારે રામે સર્વે રાજાઓને આજ્ઞા કરી કે આ લક્ષમણ વાસુદેવ છે માટે તમે સર્વે રાજાઓ એમને વાસુદેવપણને અભિષેક કરે. તરતજ મેટા મહોત્સવપૂર્વકનારાયણને વાસુદેવપણુનો અભિષેક કર્યો, અને રામચંદ્રજીને પણ બળદેવપણાને અભિષેક કર્યો, દેશપરદેશના અર્ધ ભરતના સર્વે રાજાઓને વિદ્યાધરના અધિપતિઓએ આવીને ભેટણ મુકયાં પિતપોતાની કન્યાઓ લક્ષ્મણને પરણાવી. એવી રીતે ભેળ હજાર મુગુટબદ્ધ રાજાએ રામ અને લક્ષમણુના ચરણમાં નમ્યા ને તેમની આજ્ઞા એ સર્વે રાજાઓએ મસ્તકને વિષે ધારણ કરી જગતમાં આઠમા બળદેવ અને વાસુદેવ રામલક્ષ્મણ પ્રસિદ્ધ થયા–ભરતાધના સ્વામી થયા.
રામે સર્વેને પોતપોતાનું ઈચ્છિત આપીને ભક્તિવાન એવા સામંતોને ખુશી કર્યા. વિભીષણને ક્રમાનુગત રાક્ષસદ્વીપ સુગ્રીવને એકપિદ્વીપ, મારૂતિને શ્રીપુરનગર, વિરાધને પાતાલલંકા, નીલને રૂક્ષપુર, પ્રતિસૂર્યને જીપુર, એમ સર્વને એમનું ઈચ્છિત આપીને શત્રુનને તેનું ઈચિત માગવા કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com