________________
(૧૦૮) તીર્થકર મોક્ષે ગયા ત્યાર પછી લગભગ બે હજાર બને બાવીશ વર્ષે આ પ્રતિમા અષાઢી શ્રાવકે ભરાવી, પોતાના આત્મહિતને નિમિત્તે એની સેવા પૂજા કરવા લાગ્યો. તે પછી આ ભગવાનને એંશી હજાર વર્ષ પર્યત સુધમાં દેવલોકના સ્વામી શકેંદ્ર પૂજ્યા. પછી અમારા સ્વામી નાગરાજ-ધરણે છે એ ભગવાનને પૂજ્યા ને અહીયાં આ અદ્દભૂત મંદિર બંધાવી ને એમણે પ્રભુને સ્થાપ્યા. ત્યારથી અમે નિરંતર પ્રભુની સેવા ભક્તિ કરીએ છીએ, અમારો દેવભવ આ પ્રભુની ભક્તિ વડે સફળ કરી છીએ.” દેવતાની આવી અમૃતથી પણ મીઠી વાણી સાંભળીને શ્રીકૃષ્ણ બોલ્યા “આ ભગવાન કર્યું નામ ધારણ કરે છે. સર્ષની ઉણા ઉપરથી તે એ પાશ્વનાથ છે. એમ અનુમાન થાય છે. શ્રીકૃષ્ણની વાણી સાંભળીને દેવતાઓએ કહ્યું. “સત્ય છે આ પ્રભુ પાર્શ્વનાથ હવે પછી થવાના તેવીશમાં તીર્થકર છે. અત્યારે બાવીસમા તીર્થકર શ્રી નેમનાથ તીર્થ કર ભવ્યજીને પ્રતિબંધ કરતા પૃથ્વીને પાવન કરી રહ્યા છે ભાવીકાલમાં આ ભગવાન સો વર્ષને આવખે ઉત્પન્ન થશે અને સંસારમાં કૈંક ભવ્યજનને ઉધાર કરીને શિવવધુ વરશે. જગતમાં એ અનેક નામે જગપ્રસિદ્ધ થયા છે-થશે. એમને માટે પ્રભાવ આ અવસર્પિણમાં જાગતોજ છે. તમે જેમ પ્રતિવિષ્ણુના યુદ્ધ સમયે જરા રાક્ષસનો નાશ કરવાને શ્રી નેમિકુમારના કહેવાથી ધરણંદ્રનું–અમારા સ્વામીનું આરાધન કરી પાર્શ્વનાથની અપૂર્વ પ્રતિમા પ્રાપ્ત કરી તેના સ્નાત્ર જળથી જરા નિવારી યુદ્ધભૂમિ ઉપર જરાસંધને મારીને વિજય મેળવ્યું અને એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com