________________
(920)
કહ્યું ભગવન અન્યત્ર વિહાર કરી ગયા. ને કૃષ્ણ પરિવાર સહીત દ્વારિકામાં આવ્યા. લેાકેાને ધર્મમાં જાગૃત રહેવાને આ ધેાષણા કરાવીને સાવધાન કર્યો જેથી સર્વે લેાકેા દ્વારિકાના મચાવ માટે તપ, જપ, વ્રત, નિયમ વગેરે યથાશકિત ધર્મ કાર્ય માં ઉદ્યમ કરવા લાગ્યા. પ્રાણીઓને જીવિતથી અધિક ખીજું શું વ્હાલુ હાય છે ? કઇ નહીં.
યાદવ કુમારાના મૂઢમારથી મરવા પડેલે। દ્વૈપાયન મૃત્યુ પામીને ભુવનપતિ નિકાયમાંની પાંચમી અગ્નિકુમારન– કાયમા દેવપણે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થતાંજ અવધિજ્ઞાનથી પૂવોનું વેર સાંભારતે તે દ્વારિકામાં આળ્યેા. પરન્તુ સર્વે લેાકા વ્રતમાં-ધર્મ માં તત્પર હાવાથી એ ધર્મ પ્રભાવે કરીને દેવનુ કાંઇંપણુ ચાલી શકયું નહી. લેાકેા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપસ્યા કરતા ભગવાનની ભક્તિમાં એવા તેા લયલીન-ભક્તિમાન હતા કે દેવતા તેમનુ કંઇ પણ અનિષ્ટ કરવાને શક્તિવાન થયા નહી. છતાં એમના નાશ કરવાની તક શેાધતા દેવતા પેાતાના દેવલાકનાં અપૂર્વ સુખ છેડીને દ્વારિકામાં અગીયાર વર્ષ પર્યંત રહ્યો.
પ્રાણીઓને વેરના સંબંધ ઘણુાજ કલેશ કારક હાય છે. વેર એ એમને એવી તેા મીઠી ચીજ જણાય છે. કે શત્રુને જ્યારે તે ઠાર કરે છે ત્યારેજ એને નિરાંત વળે છે, સુખ, ભાગ કુટુંબ, પ્રિયા અને પુત્ર કરતાં પશુ વેરની વસુલાતને વેરાંધ પ્રાણી ઉંચામાં ઊંચી વસ્તુ ગણે છે. દ્વૈપાયન પણ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com