________________
“કૈપાયનનાં વચન સાંભળીને એ માતાપિતા ગદગદીત કઠે બાલ્યાં. વત્સ ! તમે તે હવે ચાલ્યા જાવ ! તમે બે બાંધવે જીવતા હશો તે બધા યાદવે જીવતા જ છે. હવે વધારે પ્રયત્ન કરવાથી સર્યું ? તમે તે અમને બચાવવાને પ્રયત્ન કરવામાં ઉણપ રાખી નથી પણ ભવિતવ્યતા જ બળવાન છે. ત્યાં બળવાન માણસને શું ઉપાય ? અમે પ્રભુની પાસે દીક્ષા ન લીધી તે એનું ફલ હવે ભેગવશું.” માતાપિતાનાં એવાં વચન સાંભળ્યા છતાં પણુ રામ કૃષ્ણ ત્યાં જ ઉભા રહ્યા. કેમકે સ્નેહ એ શું દુષ્ય વસ્તુ છે.
હવે વસુદેવ, દેવકીજી ને રોહિણીએ મૃત્યુને યેગ્ય આરાધના કરવા માંડી. “અત્યારથી અમારે જગત્ પ્રભુ શ્રી નેમનાથનું શરણ છે. ચતુર્વિધ આહારનાં અમે પચ્ચખાણ કરીએ છીએ, જગતપ્રસિદ્ધ ચાર શરણ, અરિહંત, સિદ્ધ, સાધુ ને કેવલી પ્રરૂપિત ધર્મ અમે અંગીકાર કરીયે છીએ. અમે કોઈના નથી, જગતમાં કેઈ અમારૂં નથી.” એ પ્રકારે આરાધના કરીને નવકાર મંત્રના ધ્યાનમાં તેઓ એક ચિત્ત થઈ ગયાં-મરણને માટે તૈયાર થઈને રહ્યાં, એટલે દ્વૈપાયને તેમની ઉપર મેઘની જેમ અગ્નિને વરસાદ વરસાવ્યે જેથી ત્રણે જણ મૃત્યુ પામીને દેવકે ગયાં.
માતાપિતાના શેકથી વિહવલ થયેલા રામકૃષ્ણ નગરની બહાર નીકળીને જીર્ણોદ્યાનમાં આવ્યા. ત્યાં રહીને ઉભા ઉભા બળતી એ એક વખતની સુવર્ણમયી દ્વારિકા જેવા લાગ્યા. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com