________________
( ૧૨૮ ) હું સાંભળ્યા કરું છું. હાય ! બંધુ! મારૂં સત્વ, પરાક્રમ બધું કયાં ગયું. મારાં એ દેવધિષિત આયુધો પણ ક્યાં જતાં રહ્યાં? કે નિ:સત્વની માફક હું આ બધું જોયા કરું છું. આર્ય! આ સર્વે હું કેવીરીતે સહન કરૂં ? કયાં જાઉં?”
હરિ ! ખેદ ના કરે. ભગવાન નેમિનાથે જે ભવિષ્ય કહ્યું હતું તે જ પ્રમાણે બન્યું છે. કેમકે ભાવી કદાપિ અન્યથા થતું નથી. હવે આપણે ચાલે આગળ જઈએ. આપણા બાળસ્નેહી પડે આપણા અંતરના સગા છે તેમના રાજયમાં આપણે જઈએ.” બળબદ્ર અનુજ બંધુને આશ્વાસન આપતાં બોલ્યા અને ત્યાંથી આગળ ચાલ્યા.
હા ! આપણે ત્યાં પણ શું મેં લઈને જશું કેમકે આપણું સમૃદ્ધિના સમયમાં મેં તેમને દેશનિકાલ કર્યા છે.” હરિ બોલ્યા.
“છતાં બંધવ! સત્પરૂ હૃદયમાં ઉપકારનું જ સ્મરણ કરે છે. નઠારા સ્વપનની જેમ કયારે પણ અપરાધને સંભાળતા નથી. અનેકવાર આપણે એમને સત્કાર કરેલું હોવાથી એ આપણી ઉલટી પૂજા કરશે.”
બલભદ્રનાં વચન સાંભળીને પાંડુ મથુરાને રસ્તે ચાલ્યા. બન્ને પરાક્રમી બાંધ પગપાળા, એકાકી નૈરૂત્ય દિશાના માર્ગે પ્રયાણ કરી ગયા.
રામ કૃષ્ણની સ્ત્રીઓ અને પુત્ર જેમણે પ્રથમ દીક્ષા લીધી નહાતી તેઓ શ્રી નેમિનાથને સંભારતાં એમનું શરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com