________________
( ૧૨૫) એક ડગલું પણ ચાલવાને સમર્થ થયા નહી. દુઃખની ચીસેચીસ મુકતાં લાખ કુટુંબને પણ અત્યારે કઈ બચાવી શકે તેમ નહોતું.
આ સમયે રામકૃષ્ણ વસુદેવ, દેવકી અને રોહિણીને અગ્નિમાંથી બહાર કાઢવાને, રથમાં બેસાર્યા, પણ વાદી જેમ સર્પને ઈંભિત કરે એમ દેવતાએ એ રથના ઘોડાને સ્થંભાવી દીધા જેથી એક ડગલું પણ ચાલવાને તે સમર્થ થયા નહી. જ્યારે ઘડા કે વૃષભે કઈ રથ ખેંચવાને સમર્થ થયા નહી, તે વારે રામ અને કૃષ્ણ બન્ને અશ્વો અને બળદોને છોડી દઈ પિતે રથ ખેંચવા લાગ્યા. એટલે રથની ધરી ત ત શબ્દ કરી લાકડાના કટકાની જેમ ભાગી પડી. છતાં પણ એવા રથને ખેંચતા માંડમાંડ રામ કૃષ્ણ નગરના દરવાજા પાસે આવ્યા એટલે દેવશક્તિથી નગરના દરવાજા બંધ થઈ ગયા. રામે એક પગની લાત લગાવીને દરવાજાનાં કમાડ ભાંગી નાંખ્યાં. ને રથને ગઢ બહાર ખેંચવા માંડ્યો પણ રથ પૃથ્વીમાં ગરક થઈ ગયો. જે કોઈ પણ રીતે બહાર નીકળ્યા નહી. છતાં રામ ને કૃષ્ણ માતાપિતાને બચાવવાને અતિ પરાક્રમ કરીને રથને ખેંચવા લાગ્યા. તેવામાં એ કૈપાયનદેવ તેમની આગળ પ્રગટ થઈને બોલ્યો “ અરે રામકૃષ્ણ! તમને આ શો મેહ થયો છે? મેં તમને કહ્યું'તું તે સંભાળે કે તમારા બે જણ સિવાય આ નગરીમાંથી કોઈ ત્રીજે અગ્નિથી બચી શકશે નહી. કારણકે મારા તપનું ફલ હું એવી રીતે નિયાણું કરીને હારી ગયે છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com