________________
પ્રકરણ ૪ થું. દ્વારિકા દહન–
દ્વારિકા દહનને સમય નજીક આવવાથી રામકૃષ્ણથી પૂજાતા શ્રીસ્થંભન પાર્શ્વનાથ અધિષ્ઠાયક દેવતાએ ભગવંતના ભક્ત જનને સ્વપ્ન આપવાથી એ માણસે થંભન પાર્શ્વ નાથની પ્રતિમાને રાત્રિને સમયેજ કોઈને પણ જણાવ્યા વગર સમુદ્રમાં પધરાવી દીધી.
પ્રાત:કાળને સમય થયો ને રામકૃષ્ણ દર્શન કરવા આવ્યા તે પ્રતિમા ગેબ ! રામકૃષ્ણ ચમક્યા. ભાવી અનર્થના પડકારો જાણી અંતરમાં ખેદ થયે પણ એ અનના પડકારે, એ ભાવી અંધકારના પડદાઓ, દૂર કરવાની એ સમર્થ પુરૂપેની શક્તિ નહોતી. નગરમાં જે જે પ્રભાવિક વસ્તુઓ હતી તે સર્વે અદશ્ય થઈ ગઈ. શ્રીસ્થંભન પાશ્વ નાથની એ અદ્ભુત પ્રતિમા સમુદ્રના અથાગ જળમાં અત્યારે તે ગરક થઈ ગઈ.
કૈપાયન દેવ વેરની વસુલાત લેવાને દ્વારિકા ઉપર ધસી આવ્યું. એણે દ્વારિકામાં અનેક પ્રકારના ઉપદ્રવ ઉત્પન્ન કર્યા. શરૂઆતમાં મેઘવૃષ્ટિની માફક આકાશમાંથી અગ્નિની વૃષ્ટિ થવા લાગી આખી નગરી ક્ષોભ પામી ગઈ, સત્યાનાશ, સર્વ નાશને આરંભ થઈ ચુક્યા હતા જોકેએ જાણ્યું કે દ્વૈપાયને પુરેપુરૂ વેર વાળવા માંડયું હતું. પૃથ્વી પણ કંપવા લાગી. ઉપરા ઉપરી ધરતીકંપ થતા ને મકાન જમીનદોસ્ત થતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com