________________
ખંડ ૨ જો. –-889 –
પ્રકરણ ૧ લું દ્વારિકામાં શ્રીકૃષ્ણ
(આ વાર્તાને સમય આજથી લગભગ સિત્યાસી હજાર વર્ષને છે.)
નવમા વાસુદેવ શ્રીકૃષ્ણ એક દિવસ પિતાના રાજ્યમાં ફરવા નિકળેલા, ફરતાં ફરતાં યાત્રાઓ કરતાં તે અનુક્રમે સમુદ્રને કિનારે આવ્યા તે ત્યાં દેવનિર્મિત એવું અપૂર્વમંદિર એમના જોવામાં આવ્યું. શ્રીકૃષ્ણ આવું સુંદર મંદિર જોઈ હદયમાં ખુશી થયા. ને પાંચ અભિગમ સાચવતા મંદિરની અંદર પેઠા. ભગવાનની અલૌકિક પ્રતિમા જોઈને ખુશી થયા.
આ મંદિર સમુદ્રને કાંઠે નિર્જનપ્રદેશમાં હતું છતાં પ્રતિદિવસ ભગવાનની પૂજા થતી. આજે પણ તાજી પૂજા જોઈને શ્રી કૃષ્ણ વિચારમાં પડયા. “ઓહો? આવા ભયંકર આણ્યમાં માનવ . પ્રાણીને સંચાર દુઃખકરીને થઈ શકે તેમ છે. છતાં ભગવાન
ની પૂજાતે તાજ જણાય છે. પૂજા કરવાને કૅણ આવતું હશે ? અથવા તે આવા અપૂર્વમાહામ્યવાળા આ ભગવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com