________________
( ૧૦૫)
એટલે શત્રુને મથુરાં માગી. જેથી તેણે મથુરાંને રામની આજ્ઞાથી મધુરાજાને મારીને લઇ લીધી,
નારાયણને અનુક્રમે સેાળહજાર રાણીઓ થઇ એમાં વનમાળા, વિશલ્યા પ્રમુખ આઠ પટરાણીઓ થઇ, રામચ'દ્ધને ચાર પટરાણીએ સીતા વગેરે હતી.
સર્વે રાજાએ પાતપેાતાને દેશ રહ્યા થકા પણ રામની આજ્ઞાના સ્વપ્નમાં શ્રી અનાદર કરતા નહી. રાવણુની આજ્ઞાની માક લક્ષ્મણુની આજ્ઞા ભરતના અર્ધ ભાગમાં કાઇ પણ વિરાધવાને સમર્થ થતું નહી.
વિભીષણ અને સુગ્રીવ પાતપાતના દ્વિપે રહ્યા રાજ્યનું પાલન કરવા લાગ્યા. એ બન્નેના મધ્યમાં સમુદ્રના તટ ઉપર રહેલા શ્રીસ્થલન પાર્શ્વનાથના મહિમા રાક્ષસેા અને વાનરામાં અધિક જાગૃત થયા. જેથી તેઓ વારવાર ભગવાનની ભક્તિ કરી પેાતાના આત્માને કૃતાર્થ કરતા હતા. તે છતાં એ ભગવાન પાર્શ્વનાથ નાગ કુમારાથી પણ સેવાતા હતા. ત્રિખંડાધિ પદ્મ અને લક્ષ્મણનુ ં વચન યાદ રાખીને વિભીષણ અને સુગ્રીવ આઢિનરપતિએ ભગવાનની સેવા પૂજા કરતા હતા. પર્વ દિવસે અઠ્ઠાઇ ઓચ્છવ કરી દેવતાની માફક જન્મ કૃતાર્થ કરતા હતા.
રામ લક્ષ્મણ પણુ કાઇ કાઇ સમયે પેાતાના રાજ્યમાં ફરવા નિકળતા ત્યારે શ્રીસ્થ ંભન પાર્શ્વનાથનાં દર્શીન અવશ્ય કરવાને આવતા હતા. એવી રીતે એ આઠમા બળદેવને વાસુદેવ મનુષ્ય લેાકમાં દેવતાની માફ્ક સુખમાં કાળ વ્યતીત કરતા હતા.
*********
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com