________________
( ૧૧૨) મિની અન્યથા પ્રવૃત્તિ હેય નહી.” નાગ દેવતાએ એમ કહીને એ સ્થંભન પાર્શ્વનાથ વાસુદેવને અર્પણ કર્યો. તે પછી સર્વે દેવતાઓ શ્રીકૃષ્ણને ભલામણ કરીને પોતાની નાગકુમાર નિકાયમાં ચાલ્યા ગયા.
શ્રીકૃષ્ણ પણ પ્રતિમાજી પ્રાપ્ત કરીને જેના મનમાં આનંદને ઉભરે સમાતો નથી એવા તે ભગવાનને લઈને દ્વારિકામાં આવ્યા. દ્વારિકામાં પોતાના મહેલની નજીક સુવર્ણનું મંદિર કરાવીને મણું માણેકથી જડીત તરણું બાંધ્યા. રંગમંડપમાં મણમય, રત્નમય સ્થંભ બંધાવ્યા. એવા દીવ્ય મંદિરમાં સ્થંભન પાર્શ્વનાથને પધરાવ્યા. અને રોજ વાસુદેવ બળભદ્ર સાથે એમની ભકિત કરવા લાગ્યા. બળભદ્રને સ્થંભન પાર્શ્વનાથને ટૂંક ઈતિહાસ કહી સંભળાવ્યે. શ્રી કણને લીધે એમનું આખું કુટુંબ ને દ્વારિકાના સમુદ્રવિજયાદિ સર્વે યાદ એ સ્થંભન પાર્શ્વનાથના ભક્ત બન્યા. અનેક રીતે અનેકજને એમની ભકિત કરવા લાગ્યા. કેમકે શ્રીકૃષ્ણના એ પ્રાણ હતા-જીવન હતા. એ પ્રમાણે શ્રીસ્થંભન પાર્શ્વનાથની સેવા કરતાં શ્રીકૃષ્ણને કેટલાય સમય સુખમાં
વહી ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com