________________
(૧૧૬) માર્યો, પીટયો, અર્ધમૃત . મુવા સરખે થયે એટલે સર્વે યદુકુમારે શ્રી કૃષ્ણના ભયથી દ્વારિકામાં આવીને પિતપતાના ઘરમાં પેશી ગયા.
આ સર્વે સમાચાર કૃષ્ણના જાણવામાં આવ્યા જેથી તે ખેદયુક્ત થઈને વિચાર કરવા લાગ્યા. “અહો ! આ કુમા રેએ કુળને નાશ કરનારૂં કેવું અનુચિત કાર્ય કર્યું. હવે ઝટ જઈને દ્વીપાયનને મનાવો જોઈએ. અન્યથા તે કાંઈ અનુચિત કાર્ય કરી બેસશે.” એમ વિચારી બળભદ્રને કૃષ્ણ દ્વીપા યન પાસે આવ્યા ને ઉન્મત હાથીને જેમ માવત શાંત કરે તેમ શ્રીકૃષ્ણ શાંત વચનેએ દ્વીપાયન રૂષિને સમજાવવા લાગ્યા. “હે મહાત્મન ! મદિરાથી અંધ થયેલા મારા પુત્ર એ આપને માટે અપરાધ કર્યો છે. પણ તે મોટા મનવાળા ! તમે એમને ક્ષમા આપ !” કૃષ્ણ અનેક રીતે શાંત વચનેયે એને સમજાવવા લાગ્યા પણ એ ત્રિદંડીને ઉગ્રક્રોધ શાંત થયો નહી.
“હે કૃષ્ણ! હવે તમારૂં વચન કાંઈ પણ મને અસર કરશે નહીં જે થવાનું હતું તે થઈ ગયું કેમકે તમારા પુત્રએ મને માર્યો ત્યારેજ દ્વારિકાને યાદ સહીત બાળી નાંખવાનું મેં નિયાણું કર્યું છે. ફકત તમારા બે જણ સિવાય સર્વે યાદવેને હું મારી નાખીશ.” પોતાના નિશ્ચળ અવાજથી દ્વીપાયને કહ્યું એ નિશ્ચય અપૂર્વ હતો. અંતરનાં ક્રોધાગ્નિથી ધમધમતાં એ વચન હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com