________________
(૧૧૫ ) બળભદ્રની વાણી કબુલ કરીને સિદ્ધાર્થ પ્રભુની પાસે દીક્ષા લઈને છ માસ પર્યત તીવ્ર તપ કરીને સ્વર્ગ ગયો. કેટલાય વર્ષો પસાર થઈ ગયા. ભાવીના પ્રચ્છન્નપણે થતા પડકાર કયારે પ્રગટ થશે એ ગમે તેવો શકિતવાન માનવી પણ જાણ વાને કયાંથી સમર્થ હેય.
લાંબા કાળે શિલા કુંડામાં પડેલી મદિરા અતિ સ્વાદિષ્ટ થઈ એક વખતે વૈશાખ માસની ગ્રીષ્મ રૂતુમાં શાંખકુમારને એક સેવક ત્યાં આવી ચડયે અને એણે પીધી. ઘણી જ
સ્વાદિષ્ટ લાગવાથી એણે શબકુમારને વાત કરી. થોડી મસકમાં સાથે લાવ્યા હતા તે શાંબકુમારને ભેટ કરી. કુમાર પીને ઘણેજ ખુશી થયો ને બીજે દિવસે શાંબ યાદવોના કુમાર સાથે એ મદિરાના સ્થાનકે આવ્યો. કાદંબરી ગુફા પાસે આવીને વૃક્ષની કે જેમાં શાંબ યાદવ કુમારે સાથે ખેલવા લાગ્યા ને સેવકે પાસે મદિરા મંગાવીને પોતે પીધી. બીજાઓને પાવા લાગ્યા એવી રીતે સર્વે યાદવકુમારે મદીરા પીને મદેન્મત્ત થયા. મદિરામાં મસ્ત થયેલા તેઓ ફરતા હતા એટલામાં તપ કરતા દ્વીપાયન રૂષિ યાદવકુમારેના જેવામાં આવ્યા. એટલે શબકુમાર બોલ્યા. એહ! જે આ દુષ્ટ દ્વીપાયન ! એ આપણ નગરીનો નાશ કરનાર છે? માટે એ નાશ કરે તે પહેલાં આપણે જ એને મારી નાખીએ. યદુકુમારે ! હંશીયાર !” શબની હાકલ થઈ કે તરતજ સર્વે યદુકુમારેએ પત્થરાથી, ઢેખારાથી, પાકુઓથી, લપડાકથી, અને મુષ્ટિએથી દ્વીપાયનને મારવા માંડયે એને ખુબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com