________________
(૧૧૪) સહીત દ્વારિકાને બાળી નાખશે. તમારા ભાઈ જરાકુમારના બાણથી તમારે નાશ થશે.” પ્રભુનાં એવાં વચન સાંભળીને યાદ જરાકુમારને કુલમાં અંગારા સમાન જાણુને તેના તરફ તિરસ્કારથી જોવા લાગ્યા.
તે સમયે જરાકુમાર પણ ઉભો થઈને બે. “આહા! યાદવકુલમાં મુગુટમણિ સમા શ્રીકૃષ્ણને મારે હાથે વિનાશ! અફસોસ ! મારે જ હાથે બંધુને ઘાત ! હું પણ વાસુદેવને પુત્ર છું છતાં વિધિએ આ શું થેગ સાળે? માટે ભગવાનનું વચન અન્યથા કરવાનો હું પ્રયત્ન કરૂં?” એમ બેલસે ધનુષ્યબાણ લઈને તે વનમાં ચાલ્યા ગયા.
દ્વીપાયન પણ ભગવાનનાં વચન સાંભળીને દ્વારિકામાં આ ને શ્રી કૃષ્ણને કહીને લોકોને મદિરા પીવાને નિષેધ કર્યો. વાસુદેવની આજ્ઞાથી સર્વે મદિરા નગરની બહાર ઘણે દૂર કાદંબરી અટવીની નજીક શિલાકુમાં નાખી દીધી. - એવા સમયમાં બળભદ્રજીને સારથી સિદ્ધાર્થ બળભદ્રને અરજ કરવા લાગ્યું કે “હે સ્વામિન ! દ્વારિકા અને યાદવેનું આવું ભયંકર ભવિષ્ય હું શી રીતે જોઈ શકીશ? મને પ્રભુને શરણે જવા દ્યો.”
હે અનધ ! તારે એ ભાવ યુકત છે. જો કે તારા જે વફાદાર માણસ મને મલ મુશ્કેલ છે છતાં હું તને રજા આપું છું. પણ જે તું દેવલોકમાં દેવપણે ઉપજે અને કોઈ સમયે મને વિપત્તિ આવે તે મને પ્રતિબોધ કજો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com