________________
( ૧૦૩) લક્ષમણે પ્રથમ કેશલ્યા માતાને ને તે પછી બીજી માતાઓને પ્રણામ કર્યા. પછવાડે સીતા, વિશલ્યા વગેરેએ અપરાજિતા અને બીજી સાસુઓને વંદન કર્યું સાસુએ તેમને આશિષ આપી. માતા કૈશલ્યા લક્ષ્મણને પ્રણામ જીલતાં બોલ્યાં. હે વત્સ! સારા ભાગ્યે મને તારૂં દર્શન થયું છે. તું ફરીને જન્મ્યો એમ જ હું તો માનું છું. કેમકે તું વિદેશગમન કરી વિજયલક્ષ્મીને સાથે તેડી લાવે છે, આ રામ અને સીતાએ તારી સેવાથી જ વનનાં અનેક પ્રકારનાં કષ્ટ ઉલ્લંઘન કયાં છે.”
માતા ! વનમાં આયંબંધુ રામ અને સીતાએ મારૂં લાલનપાલન કરેલું છે. જેથી વનમાં હું તે સુખમાં જ હતે. ઉલટું મારા સ્વછંદ આચારથી રામને દુશ્મન સાથે વેર થયું સીતાનું હરણ થયું. પરંતુ તમારા પુયે જ અમે શત્રુઓને મારીને કુશલપણે ઘેર આવ્યા છીએ.” લમણે કહ્યું.
ભરતે પણ રામ લક્ષમણુના આગમન નિમિત્તનો માટે મહોત્સવ કર્યો. અન્યદા ભરત મહારાજ રામને જબરાઈથી રાજ્યભાર સેંપીને વ્રત લેવાને તૈયાર થયા, એટલે લક્ષ્મણે ઉઠીને તેમને રોક્યા અને સમજાવ્યા. પરંતુ એ દઢ નિશ્ચયવાળા ભરતનો નિશ્ચય અપૂર્વ હતો, રામ લક્ષ્મણની આજ્ઞાથી સીતા વિશલ્યા આદિ રમણીઓએ વ્રતને મેહ ભુલવવાને જળક્રીડા કરવાને માગણી કરી તેમને અતિ આગ્રહ જાણીને ભરત અંત:પુર સહીત કીડા કરવા ગયા. વિરક્ત છતાં એ મહા પુરૂષે કીડા સરોવરમાં એમની સાથે જળક્રીડા કરી ભરત મહારાજ સાવરને કાંઠે આવ્યા. એટલામાં ભુવનાલંકાર નામે હાથી આલાન સ્થંભનું ઉમ્મુલન કરીને નાઠે તે ભરતને જોઈ મદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com