________________
( ૧૦ )
દેશમાં કેટિશિલા પાસે આવ્યા ને લક્ષ્મણે લત્તાની માફક એ શિલાને ઉપાડી એ જોઇને બધાને ખાતરી થઈ પછી આકાશ માગે તે સર્વે રામની પાસે આવ્યા. સવે એ વિચાર કરીને લંકામાં દૂત મોકલવાની ગાઠવણ કરી તે મુજખ હનુમ તને મા કલ્યા. વીર હનુમંત લંકામાં જઈને સીતાજીને રામની મુદ્રિકા આપી, રામને આપવા સારૂં સીતાજીને ચુડામણિ માગી લીધેા ને રામની પાસે આવીને સીતાજીના સમાચાર આપ્યા.
જેથી રામ લક્ષ્મણુ સુગ્રીવાદિક વીર સુલટાને લઇને લંકા ઉપર વિજય કરવાને માટે ચાલ્યા, અનુક્રમે તે સમુદ્ર ને કિનારે છાવણી નાખીને રહ્યા.
હનુમ ંતનું બીજું નામ મારૂતિ હતુ. વૈતાઢયગિરિ ઉપર આવેલા આદિત્યપુર નગરના વિદ્યાધર પતિ પ્રહલાદને પવનજય નામે પુત્ર હતા તેને અજના સતીથી ઉત્પન્ન થયેલે આ વીર મારૂતિ-હનુમંત હતા એને એના પરાક્રમથી પ્રસન્ન થઈને રાવણે પેાતાની ભત્રીજી અને ગકુસુમા પરણાવી હતી. પરાક્રમી વરૂણ સાથેની લડાઇમાં રાવણને વિજય અપાવનાર આ વીર મારિત પોતે જ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com