________________
( ૯ ) કરવાને દોડયા કે સીતાનું હરણ થઈ ગયું પાછળથી શત્રુને મારીને રામ લક્ષમણ પાછા આવીને જુએ તે જાનકી ગેબ! એની શોધ કરતા વનમાં તે શેકાકુલ થઈને રખડવા લાગ્યા પછી વિરાધની સાથે તેઓ પાતાલ લંકામાં આવ્યા ને લક્ષ્મણે ખરના પુત્ર સુંદને નસાડીને વિરાધને પાતાલ લંકાની ગાદીએ બેસાડો. સુંદ નાશીને રાવણને શરણે ગયે રામ લક્ષ્મણ પણ થડે સમય પાતાલ લંકામાં રહ્યા.
વાનરદ્વીપમાં કિષ્કિધા નગરીમાં સુગ્રીવવિદ્યાધર રાજ્ય કરતું હતું. એક દિવસ સાહસગતિ નામને વિદ્યાધર સુગ્રીવની સ્ત્રી તારાના લોભે સુગ્રીવનું રૂપ કરીને રાજ્યમાં દાખલ થયે એટલામાં સાચે સુગ્રીવ આવી પહોંચે એક સાથે બે સુગ્રીવ જોઈને સર્વે વિસ્મય પામ્યા સાચે સુગ્રીવ કેવું હશે તે કઈ જાણું શકયું નહી. હવે ખોટો સુગ્રીવ સાહસગતિ રાજ્ય કરવા લાગ્યા ને સાચો સુગ્રીવ બહાર હવા ખાવા લાગ્યા. એ સુગ્રીવ જેવાથી ને સાચે સુગ્રીવ કોણ હશે તે નહી જાણવાથી વાળીકુમારે અતઃપુરમાં જતાં એ સુગ્રીવને અટકાવ્યું. જેથી અંતઃપુર પવિત્ર રહ્યું હતું.
હવે સાચે સુગ્રીવ એક દિવસ પોતાના મિત્ર વિરાધને રાજ્ય મળેલું સાંભળીને પાતાળ લંકામાં આવ્યો અને બને મિત્ર મલ્યા, વિરાધે સુગ્રીવને રામચંદ્ર આગળ લઈ જઈને નમસ્કાર કરાવ્યો સુગ્રીવની ઓળખાણ કરાવી સુગ્રીવે પણ પિતાના દુઃખની વાત કહી જેથી રામ લક્ષ્મણ સુગ્રીવની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com