________________
( ૧૦૦ ) કિકિંધા નગરીએ આવ્યા. તે રામની નજર આગળ અને સુગ્રીવનું મલયુદ્ધ થયું. યુદ્વપૂર્ણ જોરમાં હતું તે સમયે રામે વજાવ ધનુષ્યને ટંકારવ કર્યો જેથી સાહસગતિ વિદ્યાધરની રૂપપરાવત્તિની વિદ્યા નષ્ટ પામી ગઈ ને મૂળરૂપે તે પ્રગટ થઈ ગયે રામે એ વ્યભિચારીને તિરસ્કાર કરીને એકજ બાણથી એને મારી નાખે ને સુગ્રીવને કિંન્કિંધાની ગાદી પર બેસાર્યો.
સુગ્રીવે હનુમાન દ્વારા તપાસ કરાવીને રાવણ સીતાને હરી ગયો છે એવા સમાચાર રામને આપ્યા ત્યારે રામ બાલ્યા કે “લંકા કેટલી દૂર છે? કયાં આવી?”
રામનાં વચન સાંભળીને સુગ્રીવ આદિ વીર પુરૂષે મૈન રહ્યા આખરે સુગ્રીવ બ. લંકા દૂર હોય તેય શું અથવા નજીક હોય તે પણ શું ? જગતને વિજય કરનાર એ રાવણની આગળ અમે સર્વે તૃણ સમાન છીએ.
“ભદ્ર! એ ચિંતા તમારે કરવી નહી તમે અમને સ્થાનકજ બતાવે ! પછી લક્ષ્મણના બાણે એના ગળાના રૂધીરનું પાન કરશે. તે તમે અલ્પ કાળમાં જોશો. ?” રામ બોલ્યા.
તે સમયે જાંબવાના નામે વાનર વિદ્યાધર બે “તમારામાં એ સર્વે વાત સંભવે છે છતાં “જે કેટી શિલા ઉપાડશે તે રાવણને મારશે એવું અનલવી નામના જ્ઞાની મુનિએ કહ્યું છે માટે અમારાવિશ્વાસની ખાતર કેટી શિલ્લા તમે ઉપાડે?”
તે પછી લક્ષમણને લઈને સર્વે વાનરે વિદ્યાધરે મગધShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com