________________
( ૮ ) વશે” તે સાંભળીને લક્ષમણ રાજસભામાં આવ્યા ને બે પ્રહાર હાથ ઉપર, બે કાખમાં ને એક દાંત ઉપર એમ પાંચ પ્રહાર રાજકન્યા છતપદ્યાના મનની સાથે ગ્રહણ કર્યા.
રામ લક્ષ્મણ ત્યાંથી સીતાને લઈને આગળ ચાલ્યા અને દંડકારણ્યમાં આવ્યા. ત્યાં એક મોટા પર્વતની ગુહામાં નિવાસ કરીને ગૃહની માફક સ્વસ્થપણે રહ્યા.
નજીકની વંશનાલમાં સુર્યહાસ ખડગ મેલવવાને પાતાલ લંકાના અધિપતિ ખર રાક્ષસના પુત્ર શબુકને ઉંધે માથે તપ કરતાં બાર વર્ષ વ્યતીત થયાં હતાં. એટલામાં ફરતાં લમણે સુર્યહાસ ખડગ જોયું અને તેની અજમાયશ કરવા જતાં એ જ બુકને ઘાત થઈ ગયે જેથી એને પીતા પર રાક્ષસ ચંદ હજાર વિદ્યાધરોની સાથે રામ લક્ષ્મણ ઉપર ચડી આવ્યા યુદ્ધમાં રામ લક્ષ્મણે સૈન્ય સહિત ખર રાક્ષસને મારી ના જેથી સુર્પણખાએ રાવણની સભામાં જઈને સીતાનું હરણ કરવાને એને ઉશ્કેર્યો.
રાવણ લાગ સાધીને સીતાને ઉપાડી ચાલતો થયો અને લંકાના દેવરમણ ઉદ્યાનમાં રાખી એને પિતાની કરવાને વારંવાર સમજાવી પણ એ મહાસતી રામ સિવાય બીજું કાંઈ ચિંતવતી નહી. રાવણની સામે પણ જેતી નહી. શામ, દામ, દંડ અને ભેદ ભય તેનાં એક પણ વચન ઉપર એણે લક્ષ્ય આપ્યું નહી.
રાવણના સિંહનાદથી ભોળવાયેલા લક્ષમણ રામને સા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com