________________
પ્રકરણ ૧૪ મું. રામ-લક્ષ્મણ
હવે જનક અને ઈક્વાકુ દશરથ ફરતા ફરતા ઉત્તર દેશમાં આવ્યા. ત્યાં કેતુકમંગલ નગરના શુભમતિ રાજની પૃથ્વી રાણીથી જન્મેલી દ્રોણમેઘની બેન કૈકેયીને સ્વયંવર મંડપ સાંભળીને આ બને તે નગરમાં ગયા. હરિપ્ટન પ્રમુખ અનેક રાજાએ ત્યાં આવ્યા હતા. તેમની મધ્ય માં આ બન્ને રાજાઓ પણ બેઠા. અનુકમે કૈકેયી રત્નાલંકારથી વિભૂષિત થઈને સ્વયંવર મંડપમાં આવી. ને મંડપમાં ફરવા લાગી. પણ કઈ રાજા તેની ધ્યાનમાં આવ્યે નહિ. જેથી તેણે દશરથ પાસે આવી તેને જોઈને એનું મન પ્રસન્ન થવાથી વરમાળા દશરથના કંઠમાં નાંખી. એક કાપડીના કંઠમાં વરમાળા પડેલી જોઈને હરિવાહન વગેરે રાજાએ ગુસ્સે થઈ ગયા. અને બધા પોત પોતાના સૈન્ય સહિત એ કાપડી સામે લડવાને ઉભા થઈ ગયા. આ તરફ શુભમતિ રાજા દશરથના પક્ષમાં હતો. સેનાનાયક દશરથે કૈકેયીને કહ્યું કે– “પ્રિયા! તું સારથી થા, તો આ શત્રુઓને હું મારી નાંખું” એ સાંભળીને કેકેયી ઘોડાની રાશ પકડીને એક મોટા રથ ઉપર બેઠી. કારણકે એ બુદ્ધિમતિ રમણી ઑતેર કળામાં પ્રવીણ હતી. પછી દશરથ રાજા ધનુષ્ય બાણ ને બખ્તર સજીને રથ ઉપર ચડયા. પોતે એકાકી હતા છતાં શત્રુઓને તૃણની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com