________________
(૯૧) સંભળાવી. પછી બન્ને રાજાઓએ એક બીજા ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરીને યુદ્ધ માટે પ્રયાણ કર્યું. બન્નેનાં લશ્કર માર્ગમાં એકઠાં મલ્યાં, મેટું યુદ્ધ થયું યુદ્ધમાં સાદાસે સિંહરથ રાજાને જીતીને પકડી લીધો. પુત્રને પોતાનું રાજ્ય આપીને બન્ને રાજ્યને માલેક બનાવી સોદાસે દીક્ષા અંગીકાર કરી.
એ સિંહરથને અનુક્રમે બ્રહ્મરથ નામે પુત્ર થયે. એ પછી અનુકમે બ્રહ્મરથને ચતુર્મુખ પુત્ર થયે. એને હેમરથ, શતરથ, ઉદયપૃથુ, વારિરથ, ઈદુરથ, આદિત્યરથ, માંધાતા, વીરસેન, પ્રતિમન્યુ, પવબંધુ, રવિન્યુ, વસંતતિલક, કુબેરદત્ત, કુંથુ, શરભ, કિરદ, સિંહદશન. હિરણ્યકશિપુ, પુજસ્થળ, કાકુસ્થળ, અને રઘુ એમ એક પછી એક રાજાઓ પરંપરાએ થયા. એમાં કેટલાક મોક્ષે ગયાં ને કેટલાક સ્વર્ગે ગયા.
રઘુરાજાને પરાક્રમીમાં શિરોમણિ એ અનરણ્ય –અજય નામે રાજા થયો. એ રાજાએ પોતાના પરાક્રમથી ઘણા શત્રુઓને જીતીને આધિન કર્યા હતા. અજય રાજાને પૃથ્વીદેવી રાણીથી અનંતરથ અને દશરથ એ બે પુત્રો થયા.
અનરણ્ય રાજાને સહસ્ત્રકિરણ નામે માહિષ્મતીને રાજા મિત્ર હતે. સહસ્ત્રકિરણે રાવણ સાથેના યુદ્ધમાં પિતાને પરાજય થવાથી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. તેની સાથેની દઢ મિત્રતાથી માત્ર એક માસના પુત્ર દશરથને રાજ્યલક્ષ્મીને ભાર સેંપીને પોતાના જ્યેષ્ઠ પુત્ર અનંતરથની સાથે અજય રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અનરણ્યરાજા તીવ્ર તપ કરીને સકલ કર્મોને ક્ષય કરીને મેક્ષે ગયા ને અનંતરથ રાજર્ષિ પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com