________________
(૮૯) રીતે કર્યું? માટે જરૂર આ સ્ત્રીમાં કેંક દૂષણ જણાય છે.” એ પ્રમાણે નિશ્ચય કરીને નઘુષ રાજાએ એક સમયની અતિ ખારી સિંહિકાને તજી દીધી.
એક દિવસ નઘુષ રાજાને દાહવર ઉત્પન્ન થયે. તે કઈ પણ ઉપચારે શાંત થયો નહી. તે સમયે સિંહિકા પોતાનું સતીપણું જણાવવા અને પતિની પીડા શમાવવાને જળ લઈને પતિની પાસે આવી ને હાથમાં જળ લઈને બોલી કે “હે નાથ? તમારા વિના બીજા કોઈ પણ પુરૂષને મેં ક્યારે પણ ઈર્યો ન હોય તો આ જળસિંચનથી તમારે જવર અત્યારે ચાલ્યા જજે.” આ પ્રમાણે કહીને એ જળથી સ્વામીના શરીર ઉપર અભિષેક કર્યો અલ્પ સમયમાં રાજા અમૃતથી સિંચાયે હેય એમ રેગમુક્ત થઈ ગયું. રાજાએ રાણીને પૂર્વની માફક પાછા સ્વીકાર કર્યો.
કેટલેક કાળે નઘુષરાજાને સિંહિકાથી સોદાસ નામે પુત્ર થયે. તે એગ્ય ઉમરનો થતાં નઘુષ રાજાએ એને અયોધ્યાની ગાદીએ બેસારીને દીક્ષા ગ્રહણ કરી. સદાસ રાજ માંસાહારી હતા ને પર્વ દિવસોમાં પણ એને ત્યાગ કરી શકતો નહિ. જેથી મંત્રીઓએ કહ્યું કે “હે રાજન્ ? અહં તેના અઠ્ઠાઈ મહોત્સવના પ્રસંગે તમારા પૂર્વજો માંસ ખાતા નહીં માટે તમારે પણ ખાવું નહી.” મંત્રીઓનું કથન દાસે સ્વીકાર્યું પણ તે માંસ પ્રિય હોવાથી માંસ વગર રહી શકતે નહી. જેથી રસોઈઆને આજ્ઞા કરી કે “તારે ગુપ્ત રીતે અવશ્ય માંસ લાવવું.
હવે મંત્રીઓએ નગરમાં અમારી શેષણ ફેરવવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com