________________
( ૮૭ ) ઉપચાર થાય છે.” આ પ્રમાણે કહીને સર્વે લેકોને સમજાવી સુકોશલે દીક્ષા ગ્રહણ કરીને મહા આકરી તપસ્યા કરવા લાગ્યા. મમતા રહીત કષાય વજીત એ પિતાપુત્ર સાથેજ પૃથ્વીતળને પવિત્ર કરતા વિહાર કરતા હતા અને ધ્યાનમાં સ્થિર રહીને દુષ્કર્મોનું દહન કરતા હતા.
પુત્રના વિયોગથી ખેદ પામેલી સહદેવી આધ્યાન કરવા લાગી. ને એ આર્તધ્યાનમાંજ મરણ પામીને કઈ પર્વતની ગુફામાં વાઘણ થઈ.
પિતાના શરીરમાં પણ નિ:સ્પૃહ સુકોશલ અને કીર્તિધર મુનિ એક પર્વતની ગુફામાં ચોમાસું રહ્યા. જ્યારે કાર્તિક માસ આવ્યા ત્યારે બન્ને પારણું કરવાને ચાલ્યા. માર્ગમાંજ યમદુતી સમી પિલી દુષ્ટ વાઘણે તેમને જોયા. એટલે જાતિસ્વભાવે કરીને મુખ ફાડતી એ મુનિઓને મારવાને ધસી. વાઘણનો ઉપદ્રવ પોતાની ઉપર આવી પડેલે જોઈને એ બન્ને મુનિઓ ધર્મધ્યાનમાં તત્પર રહીને ત્યાંજ કાઉસગ્મધ્યાને રહ્યા. વાઘણું પ્રથમ વિજળીની પેઠે સુકોશલ મુનિની ઉપર પડી. ને પ્રહાર કરી એમને જમીન ઉપર પાડી નાખ્યા. પિતાના નખરૂ૫ વાથી એમનું શરીર એ વાઘણે વિદારી નાખ્યું. મરૂ દેશમાં તૃષાતુર થયેલી વટેમાર્ગ સ્ત્રી જેમ પાણી પીએ એમ આ દુષ્ટા એના રૂધિરનું પાન કરવા લાગી. દાંતથી તડતડ તેડીને તેમનું માંસ ભક્ષણ કરવા લાગી. આવી સર્વ ચેષ્ટાઓ કરતી એ વાઘણ મુનિના શરીરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com